હાર્દિકને લીલા તોરણે ભાજપમાં લઈ ધારાસભ્ય બનાવ્યું તેનું દુખ છે, હાર્દિક પટેલ માટે આવું કોણે કહ્યું...?
Patidar Ananad Andolan : પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાયા બાદ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અનેક પાટીદારોના નિશાન પર આવ્યા છે... પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે હાર્દિક પટેલને ધારાસભ્ય બનાવવા પર દુખ વ્યક્ત કર્યું
Trending Photos
Hardik Patel : પાટીદાર સમાજ માટે આજે મોટો દિવસ છે. પાટીદાર અનામત આંદોલનના જે નેતાઓ પર કેસ થયો હતો, તેને પાછા ખેંચવામા આવ્યા છે. ત્યારે આ સાથે જ ગુજરાતમાં નવું રાજકારણ શરૂ થઈ ગયું છે. કેટલાક પાટીદાર નેતાઓએ કેસ પરત ખેંચાતા ખુશી વ્યક્ત કરી છે. તો કેટલાકે સરકાર પર ચાબખા માર્યા છે. તો કેટલાક નેતાઓએ ગુજરાતમાં અન્ય કેસ પણ પરત ખેંચવા માટે સરકારને કહ્યું છે. આ સાથે જ વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ નિશાન પર આવ્યા છે. પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે હાર્દિક પટેલ શાબ્દિક પ્રહાર કર્યાં છે.
પાટીદારોની તાકાતને તોડવા માટે આ ષડયંત્ર સરકારે જાણી જોઈને રચ્યું હતું - નરેન્દ્ર પટેલ
પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે મોટા આક્ષેપ કરતા કહ્યું કે, સરકારે આ કેસો પાંછા ખેંચ્યા એની ખુશી છે. અમારા છોકરાઓ કેસોથી કંટાળી ગયા થાકી ગયા હતા અને આર્થિક રીતે પણ પાયમાલ થઇ ગયા હતા. સરકારે તમામ કેસો પાછા ખેંચ્યા એની ખુશી અમે વ્યક્ત કરીએ છીએ, પણ સરકારે આ પાટીદાર આંદોલન ઉભું કરાયું હતું, એમના બે દૂતો અહિયાં મોકલ્યા હતા. અહિયાં ગુજરાતમાં આંદોલન ચલાવો, પાટીદાર સમાજને તોડવા માટે આ સરકારે પ્રયત્ન કર્યા હતા. જે એ વખતે ગૃહ મંત્રી અમારા સમાજના ગૃહમંત્રી રજની પટેલે કેસો કરાવ્યા હતા અને ખરેખર સરકારે હાર્દિકને ઉભા કરી હાર્દિકને દૂત તરીકે મોકલી પાટીદારોની તાકાતને તોડવા માટે આ ષડયંત્ર સરકારે જાણી જોઈને રચ્યું હતું,. જયારે એમનું સ્વાર્થ સિદ્ધ થઇ ગયું. જ્યારે હાર્દિકને લીલા તોરણે ભાજપમાં લઇ ધારાસભ્ય બનાવ્યું તેનું દુખ છે.
તમામ આંદોલનને કેસ પરત ખેંચે સરકાર - અલ્પેશ ઠાકોર
પાટીદાર આંદોલનના જ નહીં પણ તમામ આંદોલનોના કેસ પરત ખેંચાવવા જોઈએ તેવી અપીલ સરકારને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા કરાઈ છે. અલ્પેશ ઠાકોર દ્વારા આંદોલનના કેસો પાછા ખેંચવાના સંદર્ભમાં સરકારનો આભાર માનવામાં આવ્યો. જોકે ઓબીસી આંદોલન આદિવાસી આંદોલન સહિતના આંદોલન વખતેના પણ કહેશો પાછા ખેંચવા જોઈએ તેવી માંગણી કરી.
પોલીસે ઘરમાં ઘૂસીને યુવકોને ઉઠાવ્યા હતા એ કેસનું શું?
પાટીદાર આંદોલન સમયે પાટીદારોના કેસ લડનાર વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે, આ મામલે સરકાર દ્વારા કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે, જેમાં એક પ્રક્રિયા છે. જેમાં સરકારી વકીલ દ્વારા કોર્ટમાં જાણ કરી પ્રક્રિયા કરવાની રહે છે. સરકારનો આ નીતિ વિષયક નિર્ણય છે. રાજદ્રોહનો કેસ તો કોર્ટે કાઢી જ નાંખ્યા છે. જોકે જે સુરત સહિતના કેસ હતા એ હવે પરત ખેંચી લેવામાં આવી રહ્યા છે. આજ કેસો નહિ, પરંતુ તમામ કેસ જેમાં નિર્દોષ યુવાઓ સામે કેસ થયેલા છે. પરંતું ઘરે હોઈ અને પોલીસે ઘરમાં ઘુસીને કેસ કરેલા છે એ યુવકો સામેના કેસનું શું. માત્ર હાર્દિક પટેલ કે અન્ય ગણતરીના યુવાનો સામે ના કેસ નહિ પણ અન્ય 12 થી વધુ કેસ છે, જે યુવાઓ સામે છે એ તમામ કેસ પણ પાછા ખેંચી લેવા જોઈએ.
કેસ પરત ખેંચેવાની જાહેરાત બાબતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ જાહેરાત સરકાર દ્વારા કરાવવી જોઈએ. હાલ ઓફિશિયલ આવી કોઈ માહિતી સરકાર કે સરકારના પ્રવક્તા દ્વારા થઇ નથી. દસ વર્ષ થવા આવ્યા છે ત્યારે કેટલાક કેસ પાછા ખેંચાયા છે. મારા સામે તેમજ પાટીદાર યુવાનો સામે ઘણા કેસ છે અને હજુ કેસ ચાલી રહ્યા છે પાછા ખેંચવાને બદલે અમારા સામે સેસન્સ કોર્ટમાં અપીલ કરી છે તે કોર્ટે રદ કરી છે. હજુ પણ ઘણા બધા કેસ ચાલુ છે પણ કેસ પાછા ખેંચ્યા હોય તો ક્રેડિટ લેવા જેવી બાબત છે. પણ જો કેસ પાછા ખેંચવાની વાત દિનેશ બાંભણીયા કરી રહ્યા છે તો તે પુરાવા સાથે પ્રેસ કરી જાહેર કરે. પણ હાલ હું આ બાબતે સહમત નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે