Lucky Zodiac: 9 ફેબ્રુઆરીથી 5 રાશિઓનું ભાગ્ય ઝગમગશે, સૂર્ય બુધ, મંગળ અને શનિની કૃપાથી રાતોરાત માલામાલ થાય તો પણ નવાઈ નહીં
9 February 2025: 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરીનો સમય ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ છે. તેમાં પણ 9 ફેબ્રુઆરીના રોજ સૂર્ય, મંગળ, બુધ અને શનિ એવા યોગનું નિર્માણ કરશે જેના કારણે 5 રાશિના લોકો રાતોરાત માલામાલ થઈ શકે છે.
Trending Photos
9 February 2025: ફેબ્રુઆરી મહિનાનું બીજું અઠવાડિયું ગ્રહ ગોચર અને ગ્રહોની યુતિના કારણે વિશેષ બની જવાનું છે. તેમાં પણ 6 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી સુધીના સમયમાં દુર્લભ ખગોળીય ઘટનાઓ બનશે. 6 ફેબ્રુઆરીએ સૂર્ય ઘનિષ્ઠતા નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્યના નક્ષત્ર પરિવર્તન પછી 7 ફેબ્રુઆરીએ સૂર્ય અને મંગળનો ષડાષ્ટક યોગ બનશે. 8 ફેબ્રુઆરીએ બુધ શનિનો દ્વિદ્વ્વાદશ યોગ બનશે. ત્યાર પછી 9 ફેબ્રુઆરી 2025 ના રોજ એક મહત્વપૂર્ણ ઘટના બનશે જેનો પ્રભાવ 12 રાશિઓની સાથે દેશ-દુનિયા પર પણ પડશે. 9 ફેબ્રુઆરીએ બે જ્યોતિષીય ઘટના બનશે જેમાં 4 ગ્રહ વિશેષ યોગ બનાવશે. આ ચાર પ્રભાવશાળી ગ્રહ છે સૂર્ય, બુધ, મંગળ અને શનિ.
9 ફેબ્રુઆરી અને રવિવારે સૂર્ય અને બુધ એકબીજાથી ઝીરો ડીગ્રી પર સ્થિત હશે અને પૂર્ણ યુતી બનાવશે. આ દિવસે સાંજે મંગળ અને શનિ 125° પર સ્થિત હશે જેના કારણે નવપંચમ યોગ બનશે. 9 ફેબ્રુઆરી 2025 ના રોજ જે ખગોળીય ઘટનાઓ બનશે જેના કારણે 5 રાશિના લોકો માટે ભાગ્યના બંધ દરવાજા ખુલી જવાના છે. સૂર્ય, બુધ, મંગળ અને શનિની શુભ સ્થિતિ 5 રાશિના લોકોના જીવનમાં ભાગ્યોદય કરાવશે. જે પણ વિચાર્યું હશે તે પૂરું થવા લાગશે. ખાલી જોળી ધન અને ખુશીઓથી ભરાઈ જશે.
મેષ રાશિ
બુધ સૂર્યની પૂર્ણ યુતી મેષ રાશિને કરિયર અને વ્યક્તિગત જીવનમાં લાભ કરાવશે. આ સમય દરમિયાન પ્રયત્ન સફળ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. ક્ષમતા અને કૌશલ્યને માન્યતા મળશે. ભાગીદારીમાં કરેલું કામ લાભકારી રહેશે આર્થિક લાભ મળશે. મંગળ અને શનિનો નવપંચમ યોગ સુખ શાંતિ વધારશે..
સિંહ રાશિ
સિંહ રાશિ માટે બુધાદિત્ય યોગ સફળતા લઈને આવશે. નવી ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી શકો છો. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થશે. નવા કોર્સ કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થશે. કલા સાથે જોડાયેલા લોકોને નવી ઉપલબ્ધિઓ મળશે. રચનાત્મકતા વધશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે બુધ અને સૂર્યની યુતિ આર્થિક સ્થિતિમાં સુધારો કરનાર રહેશે. આ સમય કલાત્મક પ્રતિભાને નિખારવાનો છે. સમાજમાં પ્રતિષ્ઠા બનશે. અટકેલું ધન પ્રાપ્ત થશે અને આર્થિક સ્થિતિ સુધરશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે.
ધન રાશિ
ધન રાશિ માટે પણ અનુકૂળ સમય રહેશે. નવી સંભાવનાઓ અને સફળતાના દ્વાર ખુલશે. વિદેશ યાત્રા થઈ શકે છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. સંપત્તિ સંબંધિત મામલે લાભ થશે. નવી સંભાવનાઓ ઊભી થશે. પારિવારિક સદસ્યો સાથે સંબંધ મજબૂત થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે પણ આ સમય આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધારનાર રહેશે. નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે અને સામાજિક પ્રતિષ્ઠા વચ્ચે. આત્મવિશ્વાસ વધશે. આર્થિક લાભના પણ યોગ. નાણાકીય સ્થિતિ મજબૂત થશે. સામાજિક સંબંધો મજબૂત બનશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે