52 વર્ષની ઉંમરે પણ આ એક્ટ્રેસ છે હુસ્ન કી મલ્લીકા, બોલ્ડનેસમાં મલાઈકા અરોડાને પણ આપે છે માત
Kashmera Shah: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી હસીનાઓ છે. દરરોજ કોઈને કોઈ એક્ટ્રેસની હોટનેસ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ફેન્સ તેમની મનપસંદ એક્ટ્રેસના ફોટોશૂટની આતુરતા રાહ જોતા હોય છે. એક્ટ્રેસ પણ પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. આજે અમે જે એક્ટ્રેસની તસવીરો તમારા માટે લઈને આવ્યા છીએ. તેમને જોઈને તમે પણ કહેશો કે ઉંમર માત્ર એક નંબર છે.
એક્ટ્રેસ કશ્મીરા શાહ
બોલિવૂડમાં ઘણી એવી હસીનાઓ છે જે પોતાની સુંદરતાથી એકબીજાને માત આપે છે. તેમના લુકને જોવા માટે ફેન્સ આતુરતા રહે છે. તેમાંથી એક બોલિવૂડના ફેમસ કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેકને આજે કોઈની ઓળખની જરૂર નથી. તેમણે પોતાની મહેનતથી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. કૃષ્ણાની જેમ તેની પત્ની અને એક્ટ્રેસ કશ્મીરા શાહ પણ કોઈને કોઈ કારણોસર ઇન્ટરનેટ પર ચર્ચામાં રહે છે.
માત્ર 52 વર્ષની એક્ટ્રેસ
એક્ટ્રેસ કશ્મીરા શાહ માત્ર 52 વર્ષની છે, પરંતુ તેમ છતાં તે પોતાના બોલ્ડ લુકથી બધાને દિવાના બનાવે દે છે. કશ્મીરાએ તેના કામથી લાખો દર્શકોના દિલ જીતી લીધા છે, પરંતુ તેના લુક અને બોલ્ડનેસના ફેન્સ પણ દિવાના છે. તેમને જોઈને લાગે છે કે ઉંમર માત્ર એક નંબર છે. 52 વર્ષની કશ્મીરા તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.
ખૂબ જ હસીન બનતી જઈ રહી છે એક્ટ્રેસ
વધતી ઉંમરની સાથે એક્ટ્રેસ વધુ હસીન બની રહી છે. આજે કશ્મીરા બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની દરેક એક્ટ્રેસને બોલ્ડનેસમાં ટક્કર આપે છે. કશ્મીરાની બોલ્ડનેસ સામે 51 વર્ષની મલાઈકા અરોરા અને શ્વેતા તિવારી પણ ફેલ છે. નોંધનીય છે કે, કશ્મીરા બે જુડવા બાળકોની માતા પણ છે.
2017માં બની હતી જુડવા બાળકોની માતા
નોંધનીય છે કે, એક્ટ્રેસ કશ્મીરા વર્ષ 2017માં સરોગસીની મદદથી જુડયા બાળકોની માતા બની હતી. તેણીએ ઘણા વર્ષોથી ગર્ભવતી બનવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના પ્રયત્નો સફળ થયા ન હતા. જેના કારણે તેણે સરોગસીનો સહારો લીધો હતો.
કશ્મીરા અને કૃષ્ણાના 2013માં થયા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે, કશ્મીરા અને કૃષ્ણાએ વર્ષ 2013માં લગ્ન કર્યા હતા. આ બન્નેની પહેલી મુલાકાત 2005માં ફિલ્મ 'ઔર પપ્પુ પાસ હો ગયા'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ ફિલ્મનું શૂટિંગ જયપુરમાં ચાલી રહ્યું હતું. બન્નેએ મિત્રોથી લઈને પ્રેમીઓ સુધીની સફર કરી હતી. ઉલ્લેખનીય છે કે, કાશ્મીરાએ વર્ષ 1996માં એક આઈટમ સોંગથી તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું.
Trending Photos