કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવના, હજુ ઠંડી પણ વધશે, જાણો શું છે નવી આગાહી
ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થયો છે આ મહિનામાં શિયાળો લગભગ વિદાય લેતો હોય છે. જોકે, ગુજરાતમાં અત્યારે ઠંડનો નવો રાઉન્ડ શરૂ થયો છે. થોડા દિવસની રાહત બાદ ઠંડીને ફરી જોર પકડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 14-15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાકમાં હજી પણ બે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની ધારણા હવામાન વિભાગે કરી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે કાતિલ ઠંડીનું મોજું ગુજરાતમાં ફરી વળ્યું છે ત્યારે મંગળવારે અમદાવાદમાં 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. અંબાલાલે કહ્યું કે પૂર્વી રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. તો ગુજરાતમાં સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 7 ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો વધી શકે છે.
અંબાલાલ પટેલે જે રીતે કમોસમી વરસાદ અને માવઠા ની આગાહી કરી છે તે જોતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યો છે. જે જોતા ગમે ત્યારે વરસાદી માવઠું કે કરા પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલ અંબાજી દાંત પંથકમાં મહત્તમ રાયડો અને ઘઉંનું વાવેતર મોટી માત્રામાં થયેલું છે. એટલું જ નહિ, ઘઉંની ઉંબીઓ પણ પૂર્ણતાની આરે પહોંચી છે. તો રાયડો પણ લચવા લાગ્યો છે ત્યારે આકાશમાં ઘેરાયેલા વાદળો જોઈ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વાતાવરણમાં 2-4 ડિગ્રી ઘટશે. ફેબ્રુઆરી મહિનામાં લધુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ રહી શકે છે. 5 થી 7 ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી રહી શકે છે. આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે.
પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન વિશે વાત કરતા કહ્યું કે હજુ રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ આવશે. તેમણે જણાવ્યું કે આજે સાંજથી હવામાન ખુલ્લુ થશે અને વાદળો હટી શકે છે.
Trending Photos