નીચભંગ રાજયોગથી આ 3 રાશિના જાતકો થશે માલામાલ, કરિયરમાં મળશે અપાર સફળતા!
Mercury Transit 2025: માર્ચ મહિનામાં બુધ ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરી રહ્યો છે. બુધ ગ્રહનું મીન રાશિમાં ગોચર કરવાથી નીચભંગ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. વાણી અને વેપારના ગ્રહ બુધના ગોચરથી ત્રણ રાશિઓને વિશેષ લાભ થશે.
રાજકુમાર બુધ
ગ્રહોના રાશિ પરિવર્તનથી તમામ 12 રાશિઓના લોકો અને દેશ-દુનિયા પર પ્રભાવ પડી શકે છે. માર્ચ મહિનાની વાત કરીએ તો વાણી અને વેપારના અધિપતિ અને ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થવા જઈ રહી છે.
નીચભંગ રાજયોગ
બુધ ગ્રહ તેની સૌથી નીચલી રાશિ મીન રાશિમાં ગોચર કરશે. આ રીતે આ બુધ ગોચરને કારણે નીચભંગ રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યુ છે. જ્યોતિષશાસ્ત્રમાં નીચભંગ રાજયોગને ખૂબ જ શુભ અને દુર્લભ રાજયોગ માનવામાં આવે છે.
બુદ્ધિના દાતા બુધ ગ્રહ
બુદ્ધિના દાતા બુધ ગ્રહના ગોચરને કારણે નીચભંગ રાજયોગ બની રહ્યો છે અને તેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડી શકે છે. પરંતુ આ સમયગાળા દરમિયાન ત્રણ રાશિઓ પર આ ગોચરનું ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડવાનો છે. આવો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓના થનારા લાભ વિશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે બુધ ગ્રહ દ્વારા બનાવવામાં આવનાર નીચભંગ રાજયોગ ખૂબ જ શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. કામમાં સફળતા મળવાની શક્યતાઓ વધુ રહેશે. ઘન લાભનો યોગ બન્યો રહેશે. જાતકની આવકમાં વધારો થઈ શકે છે.
વૃષભ રાશિના જાતકો
વૃષભ રાશિના નોકરીયાત જાતકોને નોકરીની નવી તકો મળી શકે છે. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે. નીચભંગ રાજયોગ દરમિયાન જાતકને કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિની તકો પ્રાપ્ત થશે. અચાનક પૈસા મળવાની સંભાવના બની શકે છે.
મિથુન રાશિ
બુધનો નીચભંગ રાજયોગ મિથુન રાશિના જાતકોને લાભ કરાવશે. આ જાતકો માટે આ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. બુધ ગ્રહ જાતકની કુંડળીના કર્મ ભાવમાં તેમની રાશિ પરિવર્તન કરી રહ્યો છે. આ કારણે કરિયર અને બિઝનેસમાં અણધારી વસ્તુઓ જોવા મળી શકે છે.
મિથુન રાશિના જાતકો
નોકરી કરતા જાતકોને નવી નોકરી માટે સારી ઓફર મળી શકે છે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. ધન લાભના માર્ગો ખુલી શકે છે. વેપારમાં નફાથી જાતકનું મન ખુશ રહેશે. રોકાણથી સારા પૈસા કમાઈ શકશો પરંતુ રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ ચોક્કસ લો.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે બુધનું ગોચર ખૂબ જ અનુકૂળ રહેશે. માર્ચ મહિનાથી વિવાહિત લોકો અને બિઝનેસમાં પાર્ટનરશિપ ધરાવતા લોકોને અણધાર્યો લાભ મળી શકે છે. રાજયોગ દરમિયાન જાતકના દિવસો સારા રહી શકે છે.
કન્યા રાશિના જાતકો
કન્યા રાશિના જાતકોને કામમાં સફળતા મળવાની સંભાવનાઓ વધી જશે. લાંબા સમયથી ચાલી રહેલા અધૂરા કામ પૂર્ણ થવા લાગશે. વેપારીઓ માટે આ સમય શુભ રહેવાનો છે. નફો મેળવી શકશો. જાતકના માન-સન્માનમાં વધારો થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos