Delhi Election Exit Poll: દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ ચોંકાવનારા, શું રાજધાનીમાં થશે સત્તા પરિવર્તન?
Delhi Election Exit Poll: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. મતદારોએ 699 નેતાઓના ભાવિ EVMમાં સીલ કરી દીધા છે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે. તે પહેલા એક્ઝિટ પોલના અનુમાન આવી ગયા છે, જેમાં આમ આદમી પાર્ટીનું ટેન્શન વધારશે તેવું લાગી રહ્યું છે. જ્યારે આ એક્ઝિટ પોલમાં ભાજપ 25 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પરત ફરતી દેખાઈ રહી છે. ચાલો જાણીએ કે કયા સર્વેમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળવાની આશા છે.
Trending Photos
Delhi Election Exit Poll: દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટો પર ચૂંટણી લડી રહેલા 699 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં સીલ થઈ ગયા છે. આજે સાંજે 5 વાગ્યા સુધી દિલ્હીમાં 57.70 ટકા મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો 8મી ફેબ્રુઆરીએ આવશે, પરંતુ દરેકના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે, આ વખતે દિલ્હીમાં કોની સરકાર બનશે. આ અંગે એક્ઝિટ પોલના સર્વે આવવા લાગ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડતો જોવા મળી રહ્યો છે. સર્વે અનુસાર દિલ્હીમાં ભાજપ સરકાર બનાવી શકે છે.
પીપલ્સ ઈનસાઈટના એક્ઝિટ પોલમાં પણ ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.
BJP: 40-44 સીટ
AAP: 25-29 સીટ
JVCના એક્ઝિટ પોલમાં પણ ભાજપને ફાયદો થતો જણાય રહ્યો છે. સર્વે અનુસાર દિલ્હીમાં ભાજપને 39થી 45 બેઠકો મળી શકે છે અને આમ આદમી પાર્ટીને માત્ર 22થી 31 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે.
BJP: 39-45 સીટ
AAP: 22-31 સીટ
Chanakya Strategiesના એક્ઝિટ પોલમાં ભાજપને ફાયદો અને આમ આદમી પાર્ટીને નુકસાન જોવા મળે છે. આ સાથે કોંગ્રેસને છેલ્લી બે ચૂંટણીની સરખામણીમાં આ વખતે રાહત મળતી જણાય છે.
AAP: 25-28 સીટ
BJP: 39-44 સીટ
કોંગ્રેસ: 2-3 સીટ
MATRIZEના એક્ઝિટ પોલમાં ભાજપ અને AAP વચ્ચે કાંટાની ટક્કર
AAP: 32-37 સીટ
BJP: 35-40 સીટ
કોંગ્રેસઃ એક સીટ
પોલ ડાયરીના એક્ઝિટ પોલમાં પણ દિલ્હીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ આમ આદમી પાર્ટી સત્તામાંથી બહાર થઈ રહી છે અને ભાજપ વાપસી કરી રહ્યું છે.
AAP: 18-25 સીટ
BJP: 42-50 સીટ
કોંગ્રેસ: 0-2 સીટ
P MARQના એક્ઝિટ પોલમાં પણ દિલ્હીમાં ભાજપની સરકારની બનતી બતાવવામાં છે.
AAP: 21-31 સીટ
BJP: 39-49 સીટ
કોંગ્રેસ: 0-1 સીટ
People’s Pluseના એક્ઝિટ પોલમાં ભાજપ દિલ્હીમાં જોરદાર વાપસી કરતી જોવા મળી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીને ભારે નુકસાન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
AAP: 10-19 સીટ
BJP: 51-60 સીટ
કોંગ્રેસ: 0-1 સીટ
ડીવી રિસર્ચના એક્ઝિટ પોલમાં પણ ભાજપની સરકાર બનતી જણાય છે.
AAP: 26-34 સીટ
BJP: 36-44 સીટ
કોંગ્રેસ: 0 સીટ
અન્ય: 0 સીટ
WeePresideના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવાની અપેક્ષા છે. આમાં ભાજપને ઝટકો લાગતો હોય તેમ લાગી રહ્યું છે.
AAP: 46-52 સીટ
BJP: 18-23 સીટ
કોંગ્રેસ: 0-1 સીટ
Mind Brinkના એક્ઝિટ પોલમાં પણ આમ આદમી પાર્ટીને બહુમતી મળતી જોવા મળી રહી છે.
AAP: 44-49 સીટ
BJP: 21-25 સીટ
કોંગ્રેસ: 0-1 સીટ
અન્ય: 0 સીટ
દિલ્હીનું સંપૂર્ણ રાજકીય સમીકરણ
દિલ્હીમાં કુલ 70 વિધાનસભા સીટો છે, જેના પર 699 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ વખતે 96 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહી છે. દિલ્હીમાં કુલ 1,56,14,000 મતદારો છે, જેમાંથી 83,76,173 પુરુષ અને 72,36,560 મહિલા છે, જ્યારે અન્ય થર્ડ જેંડરના મતદારો 1,267 છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તમામ 70 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપ 68 સીટો પર પોતાનું નસીબ અજમાવી રહી છે. ભાજપે તેના સહયોગી માટે બે બેઠકો છોડી હતી, જેમાં દેવલી બેઠક પર LJP અને બુરારી બેઠક પર JDU ચૂંટણી લડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે