કાકાના હુલામણા નામથી પ્રખ્યાત કડીના ધારાસભ્યનું નિધન, સરકારી બસમાં સચિવાલય આવતા

MLA Karsan Solanki Died : મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન... કેન્સર સામેનો જંગ હાર્યા કરશનભાઈ સોલંકી... પોતાના મતવિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા આ ધારાસભ્ય... સવારે 10.30 કલાકે નિકળશે તેમની અંતિમયાત્રા

કાકાના હુલામણા નામથી પ્રખ્યાત કડીના ધારાસભ્યનું નિધન, સરકારી બસમાં સચિવાલય આવતા

Mehsana News મહેસાણા : મહેસાણાના કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું દુઃખદ નિધનના સમાચાર સામે આવ્યા છે. કરશન સોલંકી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેઓ પોતાના સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે લોકપ્રિય નેતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા. તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળ સ્વભાવથી મળતા. લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા. ત્યારે તેમની આકસ્મિક વિદાયથી કડીમાં શોકનો માહોલ છવાયો છે. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથી 10:30 કલાકે નીકળશે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 4, 2025

કરશન સોલંકી કડીથી ભાજપના ધારાસભ્ય હતા. છેલ્લા 2 ટર્મ કડી વિધાનસભા બેઠક પરથી જીતતા આવતા હતા. કરશન સોલંકી સચિવાલય, વિધાનસભા અને પોતાના વિસ્તારમાં કાકાના હુલામણા નામથી જાણીતા હતા. તેઓએ એક પણ દિવસ સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નથી. તેમની પાસે પોતાની માલિકીની એક પણ ગાડી પણ નથી. જ્યારે કરશન સોલંકી જ્યારે ગાંધીનગર આવે ત્યારે કોઈની પાસે લિફ્ટ લઈને અથવા તો એસ.ટી. બસમાં આવતા. તેમની આ સાદગી લોકોનું દિલ જીતી લેતી હતી. 

 

Kadi MLA Karshan Solanki arrives in auto rickshaw to attend Karyashala at  Gujarat Assembly |Zee News

પોતાના મત વિસ્તારમાં તેઓ ગરીબોની બેલી તરીકે પ્રખ્યાત ધારાસભ્ય હતા. બીમાર પડતા ગરીબ નાગરિકોને ધારાસભ્ય કરસન સોલંકી પોતે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને આવતા. જ્યાં સુધી સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ જે તે દર્દીની સાથે જ રહેતા. આ ઉપરાંત જો કોઈ વખત ઈમર્જન્સીમાં ગાંધીનગર આવવું પડે અને એસટી બસ છે ન હોય ત્યારે તે રોડ ઉપર ઉભા રહીને કોઈપણ વ્યક્તિ પાસે લિફ્ટ માંગીને ગાંધીનગર પહોંચી જતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news