ટેક્સ બાદ હવે EMI માં મળશે રાહત! RBI 7 ફેબ્રુઆરીએ કરી શકે છે મોટી જાહેરાત

RBI MPC Meeting: અંદાજ મુજબ, RBI MPC માર્કેટમાં લિક્વિડિટી વધારવા માટે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે.

ટેક્સ બાદ હવે EMI માં મળશે રાહત! RBI 7 ફેબ્રુઆરીએ કરી શકે છે મોટી જાહેરાત

RBI MPC Meeting: બજેટ બાદ હવે ઈન્વેસ્ટરોની નજર 7 ફેબ્રુઆરીએ આવનાર ભારતીય રિઝર્વ બેંકના નાણાકીય નીતિ સમિતિ (MPC) ના નિર્ણય પર હશે. અનુમાન પ્રમાણે આરબીઆઈ એમસીપી બજારમાં લિક્વિડિટી વધારવા માટે રેપો રેટ (Repo Rat) માં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. નવા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા (RBI Governor Sanjay Malhotra) ના કાર્યભાર સંભાળ્યા બાદ આ પ્રથમ એમપીસી બેઠક છે.

વપરાશ અને બચત પર ફોકસ
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (MOFSL)ના અહેવાલ મુજબ, યુનિયન બજેટ 2025-26 વપરાશ અને બચત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મૂડી ખર્ચ (CAPEX) થી શિફ્ટ કરવાનો સંકેત આપે છે. જો કે, હજુ પણ રાજકોષીય ખાધના એકત્રીકરણને પ્રાથમિકતા આપવામાં આવી છે. પાછલા વર્ષોની સરખામણીમાં, બજેટમાં માત્ર મૂડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વપરાશ અને બચતને પ્રોત્સાહિત કરવાનું પસંદ કરવામાં આવ્યું છે. તેનું કારણ નબળું વપરાશ અને અર્થવ્યવસ્થાની મંદી હતી.

FY26 માટે ભૌતિક ખાધ લક્ષ્યાંક 4.4% પર સેટ
અહેવાલમાં જણાવાયું છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકપ્રિય પગલાંનો આશરો લીધા વિના વપરાશ વધારવા માટે નાણાકીય વલણને સમાયોજિત કરવામાં સુગમતા દર્શાવી છે. બજેટમાં રાજકોષીય શિસ્ત પણ જાળવવામાં આવી છે, જેના હેઠળ નાણાકીય વર્ષ 2025-26 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 4.4% રાખવામાં આવ્યો છે.

આવક ધીમી ગતિથી વધવાની આશા
રિપોર્ટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે બજેટની જાહેરાતો બાદ હવે બજારનું ધ્યાન ફરીથી આવક અને 7 ફેબ્રુઆરીએ યોજાનારી આરબીઆઈ નાણાકીય નીતિ સમિતિની આગામી બેઠક પર હશે. રિપોર્ટ પ્રમાણે આવક ધીમી ગતિએ વધવાની આશા છે. ટેક્સ બાદ નિફ્ટીનો નફો નાણાકીય વર્ષ 25માં 5 ટકા અને નાણાકીય વર્ષ 26માં 16 ટકા વધવાનું અનુમાન છે. 

મિડકેપ  (Midcap) અને સ્મોલકેપ (Smallcap) ની અપેક્ષાએ લાર્જકેપ (Largecap) પહેલી પસંદ રહેશે. નિફ્ટી એક વર્ષના ફોરવર્ડ આધાર પર 19.9 ગણા પર કારોબાર કરી રહી છે. તો નિફ્ટીની અપેક્ષા મિડકેપ અને સ્મોલકેપ પ્રીમિયમ પર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news