Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો, જાણો બચવાના ઉપાય
Liver Damage Signs: લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે. લીવર ખરાબ થઈ જાય અથવા તો લીવર ડેમેજ થતું હોય તો કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોને ઈગ્નોર કરવાની ભુલ ક્યારેય કરવી નહીં.
Trending Photos
Liver Damage Signs: આપણા શરીરમાં બધા જ અંગ મહત્વના હોય છે. જો એક પણ અંગમાં ખરાબી થાય તો હેલ્થ સારી રહેતી નથી. આપણા શરીરમાં લીવર સૌથી વધુ જરૂરી અંગ છે જો કોઈ કારણોસર લીવર ડેમેજ થાય અથવા તો લીવર ખરાબ થતું હોય તો શરીર પર તુરંત જ તેને અસર જોવા મળે છે. લીવર ડેમેજ થાય તે પહેલા શરીર કેટલાક વોર્નિંગ પણ આપે છે. આ લક્ષણોને સમજીને યોગ્ય રીતે સારવાર કરાવવી જરૂરી છે. જો આવું ન કરવામાં આવે તો લીવર ડેમેજ થઈ જાય છે.
જ્યારે આપણું લીવર ડેમેજ થતું હોય તો શરૂઆતમાં તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ધીરે ધીરે શરીરમાં આ પાંચ લક્ષણો દેખાવા લાગે છે. જ્યારે આ પાંચ પ્રકારના લક્ષણો દેખાવા લાગે તો તેને ઇગ્નોર કર્યા વિના તુરંત જ લીવરનું ચેકઅપ કરાવી લેવું. આ સમસ્યાઓ ત્યારે થાય છે જ્યારે લીવર ખરાબ થતું હોય. જો આ લક્ષણો દેખાતા હોય તો તમે ઘરેલુ ઉપાય કરીને પણ બોડી ડીટોક્ષ કરીને લીવરને ખરાબ થતું બચાવી શકો છો. આજે તમને લિવરની ખરાબીના શરુઆતી લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવીએ.
લીવર ડેમેજ થતું હોવાના સંકેત
ગેસ થવો - લીવર ડેમેજ થતું હોય અથવા તો લીવરમાં ખરાબી આવી હોય તો પેટમાં વારંવાર વધારે પ્રમાણમાં ગેસ બનવા લાગે છે.
વજનમાં ફેરફાર - લીવર ડેમેજ થતું હોય તો વજન વધી પણ શકે છે અને અચાનક ઘટવા પણ લાગે છે. વજનમાં અચાનક વધારો કે ઘટાડો થતો હોય તો તુરંત જ હેલ્થ ચેકઅપ કરાવવું.
સ્કીન ડેમેજ - લીવર ખરાબ થતું હોય ત્યારે ચહેરા પર અને શરીરના અન્ય ભાગમાં ત્વચા પર ડાઘ અને ફોડલીઓ થવા લાગે છે. લીવરની ખરાબીના કારણે ચહેરા પર ખીલ પણ વધારે થાય છે અને દાણા પણ દેખાય છે
પેટમાં દુખાવો - જો તમને નિયમિત રીતે પેટના ઉપરમાં ભાગમાં દુખાવો અથવા તો ભારેપણું લાગતું હોય તો તે પણ લીવર ડેમેજ થયું હોવાના સંકેત છે. ખાસ કરીને આ દુખાવો જમ્યા પછી વધારે રહે છે.
અનિંદ્રા - અનિંદ્રાની સમસ્યા પણ લીવર ડેમેજ થવાનું લક્ષણ છે. જ્યારે લીવરમાં ખરાબી આવે છે ત્યારે ઊંઘવામાં સમસ્યા થાય છે. આ સિવાય વધારે પ્રમાણમાં હેર ફોલ, યાદશક્તિ નબળી પડવી પણ લીવર ડેમજના લક્ષણો છે.
લીવર માટેના ઘરેલુ ઉપાય
લીવર ડેમેજ થતું હોય તો સૌથી પહેલા ડાયટને સુધારવી જરૂરી છે. લીવરને ડિટોક્ષ કરવા માટે સવારે ખાલી પેટ હૂંફાળા પાણીમાં આમળાનો રસ અને સંચળ ઉમેરીને પીવાનું શરૂ કરવું. આમળા લીવર માટે ટોનિક માનવામાં આવે છે. આજ વસ્તુને રાત્રે જમ્યાના એક કલાક પહેલા રિપીટ કરવી. આ સાથે જ ભોજનમાં સલાડ વધારે પ્રમાણમાં લેવું અને પ્રોબાયોટિક્સનું સેવન કરવું. તેનાથી પણ લીવર ડિટોક્ષ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે