Healthy Drinks: યુરિક એસિડ લેવલને ઘટાડી શકે છે આ 5 દેશી ડ્રિંક્સ, દવાની જરૂર નહીં પડે
Healthy Drinks: અનિયમિત લાઈફસ્ટાઈલના કારણે યુરિક એસિડ ઝડપથી વધી શકે છે. યુરિક એસિડ વધી જાય તો સાંધામાં દુખાવો અને સોજો વધી જાય છે. આ સ્થિતિમાં હલનચલન પણ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ સારી વાત એ છે કે કેટલાક હર્બલ ડ્રિંક્સ છે જેની મદદથી તમે યુરિક એસિડને કંટ્રોલ કરી શકો છો. આજે તમને 5 ડ્રિંક્સ વિશે જણાવીએ જેને પીને તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.
ગિલોય ટી
ગિલોય એક બેસ્ટ આયુર્વેદિક જડીબુટ્ટી છે. જે શરીરની અંદરની ગંદગીને બહાર કરવામાં મદદ કરે છે. ગિલોય ટી પીવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે અને સાંધાના દુખાવાથી રાહત મળે છે.
પુનર્નવા હર્બલ ડ્રિંક
પુનર્નવા એક શક્તિશાળી હર્બ છે જે કિડની માટે ફાયદાકારક છે. તેને પીવાથી યુરિક એસિડ શરીરમાંથી બહાર કાઢવામાં મદદ મળે છે. તેના માટે પુનર્નવાના પાનને પાણીમાં ઉકાળી પીવાનું રાખો.
ત્રિફળા
ત્રિફળા પાચન સુધારે છે અને શરીર ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેનાથી યુરિક એસિડ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ત્રિફળા પાવડર ગરમ પાણીમાં મિક્સ કરીને પી શકાય છે.
લીમડો અને તુલસી
લીમડો અને તુલસી બંને શરીરને ડિટોક્સ કરે છે અને યુરિક એસિડના ક્રિસ્ટલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તુલસી અને લીમડાને પાણીમાં ઉકાળી પીવું.
ધાણાનું પાણી
ધાણામાં ડાઈયૂરિટિક ગુણ હોય છે જે કિડનીને હેલ્ધી રાખે છે. તે શરીરમાંથી એક્સ્ટ્રા યુરિક એસિડને બહાર કાઢે છે. ધાણાને રાત્રે પાણીમાં પલાળી સવારે પાણીને ગાળીને પી લેવું.
Trending Photos