આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત

Extra Marital Affair: આજકાલ લગ્નેત્તર સંબંધો વધુ પડતા જોવા મળતા હોય છે. લગ્ન જીવનમાં કોઈ સમસ્યા હોય તો મહિલા કે પુરૂષ બહાર સંબંધો શોધતા હોય છે. ક્યારેક માત્ર મનોરંજન માટે પણ આવા સંબંધો રાખતા લોકો પણ જોવા મળતા હોય છે. જો લગ્ન બાદ પણ કોઈ વ્યક્તિનું બહાર લફરું હોય તો આ રીતે ખબર પડી શકે છે. 

આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત

Extra Marital Affair: લગ્નેત્તર સંબંધોના કેસ હાલ બહુ જોવા મળે છે જેને લઈને લગ્નજીવનની દુર્ગતિ થાય છે. પરંતુ જ્યારે જ્યારે લગ્નેત્તર કે અવૈધ સંબંધોની વાત થાય છે ત્યારે એ ચર્ચા જરૂર ઉઠે છે કે આવા સંબંધોમાં રહેતા લોકોની ઓળખ કેવી રીતે કરવી. એવા કયા સંકેત છે જે તમને જણાવે કે જે તે વ્યક્તિનો કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ છે. આવો જાણીએ આવા જ કેટલાક સંકેતો વિશે...

મોબાઈલ ફોન
આવા સંબંધોની સૌથી પહેલી ઓળખ આપે છે મોબાઈલ ફોન. મોબાઈલ આજકાલ દરેકની જરૂરિયાત બની ગયેલા છે. આથી આ એક એવી વસ્તુ છે જે કોઈનું પણ રહસ્ય છતુ કરી દે. આ જ કારણ છે કે લગ્નેત્તર સંબંધ ધરાવતો વ્યક્તિ સૌથી પહેલા પોતાના ફોનનો પાસવર્ડ બદલી નાખે છે. જેથી કરીને તેનો ફોન કોઈ અનલોક કરી શકે નહીં. 

એટલું જ નહીં કોઈ પૂછે તો પણ તે પોતાનો પાસવર્ડ કોઈની પણ સાથે શેર કરતો નથી. આવા લોકો એટલા બધા સતર્ક હોય છે કે પોતાના ફોનને ક્યારેય એકલો મૂકતા નથી. બાથરૂમમાં પણ લઈ જાય છે. અનેકવાર ઘરની બહાર જઈને કલાકો સુધી ફોન પર વાત કરે છે. 

વર્તન-વાણી
લગ્નેત્તર સંબંધ ધરાવતી વ્યક્તિના વર્તનમાં તમને જરૂર ફેરફાર જોવા મળશે. જો તે પોતાના પાર્ટનરથી અંતર જાળવે અને તેનો વ્યવહાર પહેલા જેવો ન રહે. તે પાર્ટનરને ઈગ્નોર કરે. પોતાના જ ખ્યાલમાં ખોવાયેલો રહે. કઈ પણ પૂછો તો ચીડાઈ જાય. જેમતેમ જવાબ આપે. 

ડેઈલી રૂટિનમાં ફેરફાર
ડેઈલી રૂટિનમાં ફેરફાર જોવા મળે. ફેશન પર કે સુંદરતા પર વધુ ધ્યાન આપ્યા કરે.  પરિવારમાં રસ ઓછો રહે. શારીરિક સંબંધોમાં પહેલાની સરખામણીમાં કોઈ ઉત્સાહ અને ઉષ્મા ન રહે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news