યુરોપમાં સ્થાયી થવાનું સપનું જોનારા માટે મોટા સમાચાર, સરકાર આપશે લાખો રૂપિયાની સાથે આ ફેસિલિટી
Foreign Cities: કેટલાક દેશોમાં સરકારો ઓછી વસ્તીવાળા વિસ્તારોના ફરીથી વસવાટ કરવા માટે લોકોને રૂપિયા આપી રહી છે? ચાલો જાણીએ એવા દેશો વિશે જ્યાં સરકારો લોકોને સ્થાયી થવા માટે આપી રહી છે રૂપિયા.
શું તમે જાણો છો કે કેટલાક દેશોમાં સરકારો લોકોને તેમની ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં ફરી વસવાટ કરવા માટે લોકોને રૂપિયા આપી રહી છે? આ થોડું વિચિત્ર લાગશે, પરંતુ તે સાચું છે. ઇટાલી, અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ અને ગ્રીસ જેવા દેશોએ તેમની વસ્તી વધારવા માટે અનોખી યોજનાઓ બનાવી છે. જેઓ આ સ્થળોએ સ્થાયી થવાનું નક્કી કરે છે તેમને આ યોજનાઓ નાણાકીય મદદ પૂરી પાડે છે. આ યોજનાઓ પાછળના કારણો શું છે અને આ દેશોની સ્થિતિ શું છે? ચાલો જાણીએ આવી જ કેટલીક રસપ્રદ જગ્યાઓ વિશે…
ઈટલીનું પ્રેસિસ
ઇટલીની સરકાર 'પ્રિસિસ' નામના નાના શહેરમાં રહેવા માટે લોકોને 25 લાખ રૂપિયા સુધી આપે છે. તેનું કારણ એ છે કે આ શહેરમાં મોટાભાગના લોકો વૃદ્ધ થઈ ગયા છે અને અહીં વસ્તી વધી રહી નથી. તેથી સરકાર ઇચ્છે છે કે, લોકો આ શહેરમાં આવીને સ્થાયી થાય, જેથી અહીં વસ્તી વધે અને આ સ્થાન ફરીથી વસાવી શકાય. આ યોજના હેઠળ સરકાર લોકોને આર્થિક મદદ પૂરી પાડે છે, જેથી તેઓ અહીં આવીને સ્થાયી થઈ શકે.
અમેરિકાનું અલાસ્કા
‘અલાસ્કા’ જે અમેરિકાનો ભાગ છે, એવી જગ્યા છે જ્યાં બહુ ઓછા લોકો રહે છે. તેનું સૌથી મોટું કારણ અહીંનું ઠંડુ અને બરફીલું વાતાવરણ છે. પરંતુ, જો કોઈ વ્યક્તિ અહીં રહે છે અને પોતાનું જીવન વિતાવે છે, તો તેને સરકાર તરફથી દર વર્ષે સારી એવી રકમ આપવામાં આવે છે. આ નાણાંની રકમ અંદાજે 1.5 લાખ રૂપિયા છે. જો કે, આ લાભ માટે એક નિયમ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા 1 વર્ષ સુધી અહીં રહેવું પડશે. અલાસ્કાની વસ્તી વધારવા અને અહીં રહેતા લોકોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
સ્વિટ્ઝલેન્ડનું અલ્બીનેન
સ્વિટ્ઝર્લેન્ડમાં 'આલ્બીનેન' નામનું એક નાનકડું ગામ છે, જે વિશ્વના સૌથી સુંદર ગામોમાંનું એક માનવામાં આવે છે. અહીંની સરકાર ઈચ્છે છે કે લોકો આ ગામમાં રહે તેથી તે તેમને રૂપિયા આપે છે. જો 45 વર્ષથી ઓછી ઉંમરના લોકો અહીં સ્થાયી થવા આવે છે તો તેમને લગભગ 20 લાખ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે જો કોઈ કપલ અહીં સ્થાયી થાય છે તો તેમને 40 લાખ રૂપિયા મળે છે. આ સિવાય જો તેમના પણ બાળકો હોય તો તેમને દરેક બાળક માટે 8 લાખ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ આ રૂપિયા લીધા બાદ 10 વર્ષ સુધી આ ગામ છોડવું નહીં તેવી શરત છે.
પોર્ટુગલના ઓછા વસ્તીવાળા વિસ્તારો
પોર્ટુગલે 2020માં એક નવી સ્કીમ શરૂ કરી જેમાં વિદેશીઓને દેશના આંતરિક અને ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં સ્થાયી થવા માટે એકવાર નાણાકીય સહાય આપવામાં આવી. આ સ્કીમ હેઠળ તમે 4,29,183 રૂપિયા સુધીની ગ્રાન્ટ મેળવી શકો છો, જેમાં મુખ્ય ગ્રાન્ટ અને પરિવારના દરેક સભ્ય માટે 20 ટકા વધારાની રકમ, સ્થળાંતર ખર્ચ સહિતનો સમાવેશ થાય છે.
ગ્રીક આઇલેન્ડનું એન્ટિકિથેરા
ગ્રીક આઈલેન્ડમાં એક જગ્યા છે ‘એન્ટિકીથેરા’. જો કોઈ વ્યક્તિ આ જગ્યાએ સ્થાયી થવા માંગે છે, તો ત્યાંની સરકાર તેને આગામી 3 વર્ષ સુધી દર મહિને 50 હજાર રૂપિયા આપે છે. તેનો ઉદ્દેશ્ય અહીંની વસ્તી વધારવાનો છે, કારણ કે આજે આ ટાપુ પર માત્ર 50 લોકો જ રહે છે. સરકાર આ યોજના ચલાવીને અને લોકોને અહીં રહેવા માટે પ્રોત્સાહિત કરીને આ વિસ્તારને વસાવવાનો પ્રયાસ કરી રહી છે.
Trending Photos