પત્નીએ પતિની કઈ સાઈડ સૂવું જોઈએ? આ બાજુ સુવાથી પતિ-પત્ની વચ્ચે વધશે પ્રેમ, મળશે અઢળક ધન-સન્માન!

Husband Wife Sleeping Side: હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં દરેક કાર્ય માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આમાં પતિ-પત્નીની સુવાની દિશા સાથે-સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, પત્નીએ પતિની કઈ દિશામાં સૂવું જોઈએ.

પત્નીએ પતિની કઈ સાઈડ સૂવું જોઈએ? આ બાજુ સુવાથી પતિ-પત્ની વચ્ચે વધશે પ્રેમ, મળશે અઢળક ધન-સન્માન!

Husband Wife Sleeping Side: વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા નિયમોનું પાલન કરવાથી જીવનમાં ધન-સંપત્તિ અને ખુશીનો વધારો થાય છે. ઘરમાં સકારાત્મકતા રહે છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. ભગવાન, ગુરુઓ અને પૂર્વજોની કૃપા બની રહે છે. વાસ્તુશાસ્ત્રમાં પતિ-પત્ની માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી તેમનું દાંપત્ય જીવન સુખમય રહે છે. તેમની વચ્ચે પ્રેમ વધે છે. પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે. આ માટે વાસ્તુમાં એ જણાવવામાં આવે છે કે, પત્નીએ પતિની કઈ બાજુ પર સૂવું જોઈએ.

પતિની ડાબી બાજુ સૂવું જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ પતિની ડાબી બાજુ સૂવું જોઈએ. પત્ની માટે પતિની ડાબી બાજુ સૂવું શુભ હોય છે. તેનાથી દાંપત્ય જીવન ખુશહાલ રહે છે. તેમજ સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે. સાથે-સાથે પતિની ઉંમર વધે છે. ઘરમાં ધન-દોલત પણ વધે છે.

વામાંગી હોય છે પત્ની
પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કર્યું હતું, ત્યારે તેમના ડાબા શરીરમાંથી સ્ત્રી તત્વ એટલે કે માતા પાર્વતી પ્રગટ થયા હતા. એટલા માટે જ હિન્દુ ધર્મમાં પત્નીને વામાંગી કહેવામાં આવી છે. એટલે કે ડાબા અંગની અધિકારી. તેથી લગ્ન પછી દરેક શુભ કાર્યમાં પત્ની પતિની ડાબી બાજુએ બેસે છે. તેમજ પત્નીએ પતિની ડાબી સાઈડ જ સૂવું જોઈએ.

આ વાતોનું પણ રાખો ધ્યાન
- વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ-પત્નીનો રૂમ દક્ષિણ દિશામાં હોવો જોઈએ. જેના કારણે તેઓ હંમેશા સ્વસ્થ રહે છે. દામ્પત્ય જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ રહે છે.
- ધ્યાન રાખો કે બેડ લાકડાનો હોવો જોઈએ અને સારી સ્થિતિમાં હોવો જોઈએ. તૂટેલા બેડ પર ક્યારેય સૂવું નહીં. લોખંડના પલંગ પર પણ સૂવું નહીં. તેનાથી જીવનમાં ગરીબી, નકારાત્મકતા અને તણાવ વધે છે.
- બેડરૂમમાં સાવરણી, ડસ્ટબીન, કચરો ન રાખો. બેડરૂમ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવો જોઈએ.

(Disclaimer - પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news