જ્યારે આ અભિનેત્રીએ ફિલ્મમાં ન્યૂડ સીન આપતા પહેલા અભિનેતાને પૂછ્યું હતું- 'તમારી પત્ની...'
આ ફિલ્માં બોલ્ડ દ્રશ્યો વધુ પડતા હતા અને ગાળાગાળી પણ હતી. ન્યૂડ સીન કરતા પહેલા અભિનેત્રીએ અભિનેતાને શું પૂછ્યું હતું તે તમે જાણશો તો દંગ રહી જશો.
Trending Photos
ફિલ્મ 'પાર્ચ્ડ' વર્ષ 2016માં આવી હતી અને ખુબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં ઠાંસી ઠાંસીને બોલ્ડ સીન અને ગાળાગાળી દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં આદિલ હુસૈન, રાધિકા આપ્ટે, સુરવીન ચાવલા, તનિષ્ઠા ચેટર્જી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ 'પાર્ચ્ડ'માં રાધિકા આપ્ટે અને આદિલ હુસૈન વચ્ચે એક ન્યૂડ સીન પણ ફિલ્માવવામાં આવ્યો હતો જે ખુબ ચર્ચામાં રહ્યો હતો. ફિલ્મ 'પાર્ચ્ડ'ના આ સીન અંગે પોઝિટિવ અને નેગેટિવ બંને કમેન્ટ્સ આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે રાધિકા આપ્ટેએ આ સીન ફિલ્માવતા પહેલા આદિલ હુસૈનને એક વાત પૂછી હતી.
આદિલ હુસૈને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ 'પાર્ચ્ડ'માં ન્યૂડ સીન કરતા પહેલા તેમણે અને રાધિકા આપ્ટેએ ખુબ ચર્ચા કરી હતી. આ દરમિયાન બંનેની એક બીજાની સોચ પર વાત થઈ હતી. આદિલ હુસૈને જણાવ્યું હતું કે તેઓ સીન દરમિયાન લગભગ ન્યૂડ હતા. તેમને આવા સીન્સથી કોઈ મુશ્કેલી નહતી અને તેમની પત્નીને પણ આવા દ્રશ્યોથી કોઈ આપત્તિ નહતી.
આદિલ હુસૈને જણાવ્યું હતું કે તેમણે રાધિકા આપ્ટેને જ્યારે પૂછ્યું હતું કે તેમના બોયફ્રેન્ડ આ સીન અંગે શું વિચારશે? ત્યારે રાધિકાએ જણાવ્યું હતું કે તે પરિણીત છે. રાધિકા આપ્ટેએ પણ આદિલ હુસૈનને પૂછ્યું હતું કે તેમની પત્ની શું વિચારશે? તેના પર અભિનેતાએ કહ્યું હતું કે તેમની પત્ની આ દ્રશ્યને લઈને સહજ છે. રાધિકા આપ્ટે અને આદિલ હુસૈન જ્યારે એ જાણી ગયા કે બંનેના પરિવારમાં કોઈને ન્યૂડ સીનથી કોઈ મુશ્કેલી નહીં થાય તો તેઓ સીન કરવા માટે રેડી હતા.
રાધિકા આપ્ટેએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ 'પાર્ચ્ડ'માં ન્યૂડ સીન આપવા સરળ નહતા. કારણ કે તે વખતે તે પોતે બોડી ઈમેજ ઈશ્યુમાં ફસાયેલી હતી. રાધિકાએ જણાવ્યું હતું કે તેને આવા રોલ કરવાની જરૂર હતી. પછી તેણે નક્કી કર્યું હતું કે તે પોતાના શરીર અને ચહેરાને બદલવા માટે કશું નહીં કરે. તેનો ઈશારો કોસ્મેટિક સર્જરી તરફ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે