ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો, બજાર ભાવ ન મળતા લાખોનું નુકસાન

ખેડૂતો હંમેશા મુશ્કેલીનો સામનો કરતા રહે છે. ક્યારેક કુદરતી આપદા હોય તો ક્યારેક બજારમાં ભાવ ન મળતા ખેડૂતોની સમસ્યા સતત વધી રહે છે. હવે અરવલ્લી જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળતા રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

ટામેટાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો, બજાર ભાવ ન મળતા લાખોનું નુકસાન

મહર્ષ ઉપાધ્યા, અરવલ્લીઃ એક સમય હતો જ્યારે ટામેટાનો ભાવ 150થી 160 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો.. જોકે, આજની પરિસ્થિતિ બિલકૂલ અલગ છે.. આજે પરિસ્થિતિ એવી છેકે, ટામેટાની ખેતી કરતા ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે.. આપણે  વાત અરવલ્લી જિલ્લાની કરીએ તો 500થી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવી હતી.. ટામેટાની આવક પણ પુષ્કળ થઈ પરંતુ, ભાવ ન મળતાં ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે,, જુઓ આ રિપોર્ટ..

ટામેટાની ખેતી કરી ખેડૂતો પસતાયા
બજાર ભાવ ન મળતા લાખોનું નુકસાન
ટામેટાની ખેતી બંધ કરવા ખેડૂતો મજબૂર

જી હાં, અરવલ્લી જિલ્લાની કંઈક પરિસ્થિતિ આવી જ છે. જ્યાં ખેડૂતોને ટામેટાના યોગ્ય ભાવ ન મળતા હવે ખેતી બંધ કરવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખેતીની મબલખ આવક થતી હોય છે, પરંતુ અરવલ્લી જિલ્લાની સ્થિતિ કંઈક અલગ છે.. 

અરવલ્લી જિલ્લામાં 500થી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવી છે પરંતુ, બજાર ભાવ ન મળવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.. જેથી ખેડૂતો કોડીના ભાવે ટામેટા વેચવા માટે મજબૂર બન્યા છે. શિયાળામાં સામાન્ય રીતે ટામેટાના ભાવ ઘટે નહીં પરંતુ, આ વખતે ભાવ ઘટવાના કારણ પણ ખેડૂતો જણાવી રહ્યા છે.

આ વખતે શિયાળામાં ટામેટાની મબલખ આવક થતાં ભાવ ઘટ્યા છે..
જરૂરિયાત કરતાં વધારે ટામેટાનું ઉત્પાદન થયું છે..
બજારમાં ટામેટાની નિકાસ  થઈ નથી રહી..
વધુ પડતી આવકના કારણે વેપારીઓ ભાવ ઘટાડી રહ્યા છે..
ખેડૂતોને વેપારીઓ કિલો ટામેટાના માત્ર 2 રૂપિયા આપી રહ્યા છે.. 

જો ખેડૂતોને ટામેટાનો પ્રતિ કિલોએ 2 રૂપિયાનો ભાવ મળતો હોય તો ખેડૂતો આવો ભાવ લેવા કરતાં ટામેટાના છોડ કાઢી નાખવા અથવા તો ટામેટાનો પાક ઢોરને ખવડાવી દેવાનું યોગ્ય ગણી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસા અને ધનસુરા તાલુકામાં ટામેટાંની ખેતી કરતા ખેડૂતોને એક વિઘે 25000 થી વધુનો ખર્ચ થાય છે.. પરંતુ ઉત્પાદનના યોગ્ય ભાવ ન મળતાં બજારમાં ટામેટાં વેચવાની જગ્યાએ ગાય અને ભેંસને ચારા રૂપે ટામેટાં ખવડાવવા મજબૂર થયા છે.. હવે ટામેટાના ભાવ માટે સરકાર શું નિર્ણય કરે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news