Photos: 4500 કરોડના મહેલમાં રહે છે આ સુંદર રાજકુમારી છતાં જીવે છે અત્યંત સાધારણ જીવન, માતાનું વડોદરા સાથે છે કનેક્શન

જ્યારે પણ સૌથી સુંદર રાજકુમારીઓની વાત થાય છે ત્યારે અનન્યા રાજે સિંધિયાનું નામ સૌથી ઉપર હોય છે. અનન્યા કરોડો-અબજોની સંપત્તિની માલિકણ છે. પરંતુ તેની સાદગી બધાના મન જીતી લે છે. 

Jyotiraditya Scindia Daughter Ananya Raje Scindia

1/12
image

Jyotiraditya Scindia Daughter Ananya Raje Scindia: ભલે ભારતમાં રાજા મહારાજાઓની રજવાડાની પરંપરા ખતમ થઈ ગઈ હોય પરંતુ હજુ પણ અનેક રાજ પરિવાર છે જે રાજ પરિવારની પરંપરાને વર્ષોથી એક પેઢીથી બીજી પેઢી સુધી લઈ જાય છે. પરિવાર અને રાજવી વારસાને આગળ વધારી રહ્યા છે. તેમાંથી એક પરિવાર છે ગ્વાલિયરનો સિંધિયા પરિવાર. તમે નામથી સમજી ગયા હશો કે અમે મોદી સરકારમાં મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની વાત કરી રહ્યા છીએ. રાજકારણની સાથે સાથે પર્સનલ લાઈફ અંગે પણ ચર્ચામાં રહેતા સિંધિયા શાહી પરિવારના છે પરંતુ આજે અમે તેમના રાજકુમારીની વાત કરીશું. 

4500 કરોડના ઘરમાં રહે છે

2/12
image

 

રાજ પરિવારનો વારસો  જય વિલાસ પેલેસમાં અનન્યા પરિવાર સાથે રહે છે. સિંધિયા પરિવારનો આ મહેલ આકર્ષણનું કેન્દ્ર છે. આ મહેલની કિમત 4500 થી 5000 રૂપિયાથી પણ વધુ હોવાનું કહેવાય છે. ગ્વાલિયરનો જય વિલાસ મહેલ સુંદરતા અને વિશેષતાઓમાં ચડિયાતો છે. 400 રૂમ, 560 કિલો સોનાની સજાવટ અને 3 હજાર કિલોવીાળા ઝૂમ્મરથી સજેલો આ મહેલ સદીઓથી પોતાના વારસાને સમેટીને અડિખમ છે. 

ત્રણ માળનો આલિશાન મહેલ

3/12
image

વર્ષ 1874માં સિંધિયા રાજવંશના શાસક જયાજી રાવ સિંધિયાએ ગ્વાલિયરમાં જય વિલાસ મહેલ બનાવડાવ્યો હતો. આ મહેલને ફ્રાન્સીસી આર્કિટેક્ટ સર માઈકલ ફિલોસે ડિઝાઈન કર્યો હતો. 400 રૂમવાળા આ ભવ્ય મહેલનો પહેલો માળ ટસ્કન શૈલી, બીજો માળ ઈટાવલી-ડોરિક શૈલી અને ત્રીજો કોરિન્થિયન શૈલીમાં બનેલો છે. ઈટાવલી સંગેમરમર અને ફારસી કાલીનથી મહેલને સજાવવામાં આવ્યો છે. મહેલના દરબાર હોલની અંદરના ભાગને સોના અને ગિલ્ટની સજાવટથી સજાવેલો છે. મહેલની અંદર 560 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે. સોનાથી સજાવવામાં 12 વર્ષ લાગ્યા હતા અને 146 વર્ષ પહેલા તેને બનાવવામાં એક કરોડનો ખર્ચો થયો હતો. 

મહેલમાં લાગેલા છે હીરા ઝવેરાત

4/12
image

12 લાખ 40 હજાર 771 વર્ગફૂટમાં બનેલા આ મહેલના બીજા માળ પર બનેલો દરબાર હોલ જયવિલાસ મહેલની શાન કહેવાય છે. દરબાર હોલની દીવાલો અને છત સંપૂર્ણ રીતે સોના અને હીરા ઝવેરાતથી સજાવવામાં આવી છે. 

3000 કિલોનું ઝૂમ્મર

5/12
image

મહેલના દરબાર હોલની છત પર દુનિયાનું સૌથી ભારે ઝૂમ્મર લગાવવામાં આવેલું છે. ઝૂમ્મરનું વજન સાડા ત્રણ હજાર કિલો છે. આ ઝૂમ્મર લટકાવતા પહેલા કારીગરોએ છતની મજબૂતી ચકાસવા માટે છત પર દસ હાથીઓને ચડાવ્યા હતા. દસ દિવસ સુધી હાથીઓ ફરતા રહ્યા. ત્યારબાદ આ ઝૂમ્મર છત પર લટકાવવામાં આવ્યું હતું. આ ઝૂમ્મરને જોવા માટે લોકો આવે છે. દુનિયાનું સૌથી વધુ વજનવાળું ઝુમ્મર છે. 

ચાંદીની ટ્રેન, સોના ચાંદીની પ્લેટ

6/12
image

જયવિલાસ પેલેસનો શાહી ડાઈનિંગ હોલ રાજા મહારાજાની આલિશાન જીવનશૈલી દર્શાવે છે. મહેલમાં ભોજન દરમિયાન પિરસવા માટે ચાંદીની સુંદર ટ્રેન છે. ડાયનિંગ ટેબલ પર પાટા લાગેલા છે. મહેલમાં ખાવા માટે સોના ચાંદીના વાસણો  છે. સ્ટાફ માટે અલગ રૂમ, ગાર્ડન, પોલો ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ, જેવી તમામ લક્ઝરી સુવિધાઓ છે. 

કોણ છે ગ્વાલિયરના રાજકુમારી

7/12
image

જ્યોતિરાદિત્ય સિંધિયાની લાડકી અને ગ્વાલિયરના રોયલ ફેમિલીના રાજકુમાર અનન્યા રાજે સિંધિયા( Ananya Raje Scindia) સુંદરતામાં માતા અને મહારાણી પ્રિયદર્શિની રાજેને પણ માત આપે છે. જેમનું નામ દુનિયાની 50 સુંદર મહિલાઓની યાદીમાં પણ સામેલ થઈ ચૂક્યું છે. તેમની પુત્રી સુંદરતામાં તેમના કરતા પણ આગળ છે. સિંધિયા પરિવારમાં આવતા પહેલા પ્રિયદર્શિની રાજે વડોદરાના ગાયકવાડ રાજપરિવારના રાજકુમારી હતા. તેમના પિતા કુમાર સંગ્રામ સિંહ ગાયકવાડ વડોદરાના અંતિમ શાસક પ્રતાપ સિંહ ગાયકવાડના પુત્ર છે જ્યારે માતા નેપાળના રાજપરિવાર સાથે સંબંધ ધરાવે છે. 

અનન્યા રાજે સિંધિયા

8/12
image

ગ્વાલિયરના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાના બે સંતાન છે. રાજકુમાર મહાનઆર્યમન અને રાજકુમારી અનન્યા રાજે સિંધિયા રાજ પરિવારની પરંપરાઓને આગળ વધારી રહ્યા છે. જો કે તેઓ સોશિયલ મીડિયાથી ખુબ દૂર રહે છે. 

હોર્સ રાઈડિંગની શોખીન

9/12
image

અઅન્યાને એડવેન્ચર સ્પોર્ટ્સનો ખુબ શોખ છે અને ખાસ કરીને તેઓ હોર્સ રાઈડિંગ કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તેમને ફૂટબોલનો પણ શોખ છે. અભ્યાસ ખતમ કરીને હવે અનન્યા કરિયરની શરૂઆત કરી ચૂક્યા છે. 

શું કરે છે રાજકુમારી

10/12
image

અબજના મહેલમાં રહેતા રાજકુમારી અનન્યા રાજેનું સ્કૂલિંગ દિલ્હીની બ્રિટિશ સ્કૂલમાં થયું છે. આગળનો અભ્યાસ તેમણે આઈલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઈનથી કર્યો છે. બેચલર ઓફ ફાઈન આર્ટ્સની ડિગ્રી મેળવી ચૂકેલા અનન્યા રાજસી પરિવારના ઠાઠમાઠમાં આરામ કરવાની જગ્યાએ નોકરી કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અનન્યા રાજે સિંધિયાએ થોડા સમય સુધી સ્નેપચેટમાં ઈન્ટર્નશીપ કરી અને ત્યારબાદ તેઓ આઈફોન બનાવતી કંપની એપલમાં ડિઝાઈનર ટ્રેઈની તરીકે જોબ કરતા હતા. 

પહેલીવાર ક્યારે આવ્યા ચર્ચામાં

11/12
image

સોશિયલ મીડિયાથી દૂર રહેતા અનન્યા રાજે પહેલીવાર વર્ષ 2018માં ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે પેરિસ ફેશન શો લે બોલમાં ભાગ લીધો હતો. ફક્ત 16 વર્ષની ઉંમરમાં આ શોનો ભાગ બન્યા અને સુંદરતાની ખુબ ચર્ચાઓ થઈ હતી. લે બોલમાં ભાગ લેનારા અનન્યા પહેલીવાર કોઈ સોશિયલ ઈવેન્ટમાં સામેલ થયા હતા. તેમણે ત્યારે ભાઈ મહાઆર્યમન સાથે ભાગ લીધો હતો. ઈવેન્ટમાં તેમના ડ્રેસથી લઈન સાદગી અંગે ખુબ ચર્ચાઓ થઈ હતી. 

મ્યૂઝિયમ

12/12
image

જય વિલાસ મહેલના 35 રૂમમાં મ્યૂઝિયમ ખોલવામાં આવ્યું છે જે સિંધિયા રાજપરિવારના ઈતિહાસને દર્શાવે છે. રાજમાતા વિજયરાજે સિંધિયાએ આ મ્યુઝિયમને જીવાજીરાવ સિંધિયાની યાદમાં બનાવડાવ્યું હતું. આ મ્યુઝિયમને એચએચ મહારાજી જિવાજીરાવ સિંધિયા સંગ્રહાલય નામ અપાયું છે. તમે પણ આ મહેલ જોઈ શકો છો. જો તમે પણ આ મહેલ જોવા માંગતા હોવ તો ટિકિટ બુક કરાવી શકો છો. મહેલ મંગળવારથી રવિવાર સુધી સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લો હોય છે. મહેલનું મ્યુઝિયમ સોમવારે બંધ રહે છે. તમે ઓનલાઈન કે ઓફલાઈન  બંને રીતે ટિકિટ બુક કરાવી શકો છો. ટિકિટના ભાવ જાણવા માટે મહેલની અધિકૃત વેબસાઈટ પર જઈ શકો છો.