7th Vs 8th Pay Commission Calculator: કેટલું હશે Fitment Factor? કેટલો વધશે પગાર? જુઓ Pay Level નું પે-સ્ટ્રક્ચર
8th Pay Commission Salary Hike: સરકારી કર્મચારીઓના બેસિક પગાર નક્કી કરવા માટે ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 હતું, જેનાથી બેસિક પગાર 7 હજારથી વધી 18000 રૂપિયા થઈ ગયો હતો.
Trending Photos
8th Pay Commission Salary Hike: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની રાહ હવે વેગ પકડી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 20% થી 30%નો વધારો થશે. સરકારના જણાવ્યા અનુસાર, 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને આનો લાભ મળવાનો છે.
8th Pay Commission ક્યારે થશે લાગૂ?
સરકારી સંકેતો અનુસાર, 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવી શકે છે. અગાઉનું 7મું પગાર પંચ (7મું CPC) 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવામાં આવ્યું હતું અને સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગારપંચ લાગુ કરવામાં આવે છે. આ મુજબ જાન્યુઆરી 2026થી 8મી સીપીસીનો અમલ નિશ્ચિત માનવામાં આવે છે.
સાતમાં અને આઠમાં પગારપંચમાં કેટલું અંતર હશે? ફિટમેન્ટ ફેક્ટર શું હશે?
સરકારી કર્મચારીઓનો બેસિક પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે. સાતમાં પગાર પંચમાં તે 2.57 ગતું, જેનાથી મહત્તમ પગાર 7 હજારથી વધી 18 હજાર થઈ ગયો હતો. હવે આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને લઈને ત્રણ અલગ-અલગ અનુમાનોની ચર્ચા છે - 1.90 કે (1.92), 2.08 અને 2.86. તે નક્કી કરશે કે સરકારી કર્મચારીઓનો નવો પગાર કેટલો હશે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 થાય છે તો લઘુત્તમ વેતન 18000 રૂપિયાથી વધી 51480 રૂપિયા સુધી જઈ શકે છે.
કઈ રીતે નક્કી થાય છે બેસિક સેલેરી?
ફિટમેન્ટ ફેક્ટરની ફોર્મ્યુલા:
નવી બેસિક સેલેરી = વર્તમાન બેસિક પે × ફિટમેન્ટ ફેક્ટર
નીચે ટેબલમાં સાતમાં અને આઠમાં પગાર પંચના પગાર વધારાની તુલના કરવામાં આવી છે.
8th Pay Commission માં પગાર વધવાનું અનુમાન
Pay Level | 7મું પગાર પંચ (Basic Pay) | 1.92 ફિટમેન્ટ ફેક્ટર | 2.08 ફિટમેન્ટ ફેક્ટર | 2.86 ફિટમેન્ટ ફેક્ટર |
---|---|---|---|---|
Level 1 | ₹18,000 | ₹34,560 | ₹37,440 | ₹51,480 |
Level 2 | ₹19,900 | ₹38,208 | ₹41,392 | ₹56,914 |
Level 3 | ₹21,700 | ₹41,664 | ₹45,136 | ₹62,062 |
Level 4 | ₹25,500 | ₹48,960 | ₹53,040 | ₹72,930 |
Level 5 | ₹29,200 | ₹56,064 | ₹60,736 | ₹83,512 |
Level 6 | ₹35,400 | ₹67,968 | ₹73,632 | ₹1,01,244 |
Level 7 | ₹44,900 | ₹86,208 | ₹93,392 | ₹1,28,414 |
Level 8 | ₹47,600 | ₹91,392 | ₹99,008 | ₹1,36,136 |
Level 9 | ₹53,100 | ₹1,01,952 | ₹1,10,448 | ₹1,51,866 |
Level 10 | ₹56,100 | ₹1,07,712 | ₹1,16,688 | ₹1,60,446 |
શું આઠમાં પગાર પંચમાં મોંઘવારી ભથ્થું થશે ઝીરો?
દરેક નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થાને શરૂઆતમાં રીસેટ કરવામાં આવે છે. અત્યારે સાતમાં પગાર પંચ પ્રમાણે DA 53% ચાલી રહ્યું છે. પરંતુ આઠમાં પગાર પંચમાં તેને ઝીરોથી રીસેટ કરવામાં આવશે અને પછી ધીમે-ધીમે વધારવામાં આવશે.
પેન્શનર્સને કેટલો ફાયદો થશે?
હાલમાં ન્યૂનતમ પેન્શન દર મહિને ₹9,000 છે.
સરકારી કર્મચારીઓનું મહત્તમ પેન્શન મૂળભૂત પગારના 50% પર નિર્ધારિત છે.
હાલમાં મહત્તમ પેન્શન દર મહિને ₹1,25,000 છે.
8મા પગાર પંચમાં તે ₹3 લાખ સુધી હોઈ શકે છે.
8th Pay Commission પર સરકારનું શું કહેવું છે?
સરકારે હજુ સુધી 8મા પગાર પંચને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ એવી શક્યતા છે કે તેની ભલામણોને 2025માં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને 2026થી તેનો અમલ કરવામાં આવશે. તે જ સમયે, સંસદના બજેટ સત્રની શરૂઆતમાં તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતના આર્થિક વિકાસમાં મધ્યમ વર્ગની મહત્વપૂર્ણ ભૂમિકા સ્વીકારી. તેમણે પીએમ મોદી સરકારની પ્રશંસા કરી, જે કર્મચારીઓના ભલા માટે 8મા પગાર પંચને લાગુ કરવાની દિશામાં કામ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે