Viral Video: ચાલુ ટ્રેનના ગેટ પર રોમાન્સમાં ગળાડૂબ હતું કપલ, ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ!
Watch Viral Video: સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા રહે છે. આવો જ એક કપલનો વીડિયો વાયરલ થયેલો છે જેને જોઈને તમને એક થશે કે જીવના જોખમે રોમાન્સ કરવો કેટલો યોગ્ય?
Trending Photos
સોશિયલ મીડિયા પર છાશવારે નવા નવા વીડિયો વાયરલ થતા રહે છે. જેને જોઈને લોકો પણ દંગ રહી જાય છે કે અલ્યા આ શું? લોકપ્રિયતા મેળવવાની લ્હાયમાં કેટલાક લોકો તો એવી હદ વટાવે છે કે સુહાગરાતનો વીડિયો વાયરલ કરી દે છે તો કોઈ પતિ માટે બીજી પત્ની લાવોનો દાવો કરી નાખે છે. એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક પરણિત કપલ દોડતી ટ્રેનના ગેટ પાસે ઊભા રહીને રોમેન્ટિક અંદાજમાં એકબીજા પર પ્રેમ લૂટાવી રહ્યા છે. તેમની આ હરકતને કોઈએ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કરી નાખી અને તેનો વીડિયો વાયરલ થઈ ગયો.
જોખમી કામ
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ફક્ત મનોરંજન માટે કરાયેલો સ્ટંટ નહીં પરંતુ ગંભીર બેદરકારી અને જીવ જોખમમાં મૂકવાનો મામલો છે. પૂરપાટ ઝડપે દોડતી ટ્રેનમાં મહલા સાડી પહેરીને દરવાજે ઊભી છે અને તેની સાથે તેનો પતિ પણ હાજર છે. બંને પરસ્પર વાતો કરી રહ્યા છે અને પછી અચાનક એકબીજાને ભેટવા લાગે છે.
ટ્રેનમાં હાજર અન્ય મુસાફરીઓની પરવા કર્યા વગર તેઓ વારંવાર કેમેરા તરફ જોઈ રહ્યા છે અને રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યા છે. એવું લાગે કે જાણે તેઓ લગ્ન બાદ પહેલીવાર મુસાફરી પર નીકળ્યા હોય અને આ ખાસ પળને કેમેરામાં કેદ કરવા માંગતા હોય. પરંતુ તેમની આ હરકત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જ્યાં લોકો તેમની આ બેદરકારીવાળી હરકતની ટીકા કરી રહ્યા છે.
नई नई शादी के बुलबुले देख रहे हो,चलती ट्रेन के दरवाजे पर खड़े हो कर हिचकोले मार रहा है🤣
गिर कर मर जाओगे तो लोग कहेंगे अभी नई नई शादी हुई थीं महेंदी का रंग भी नही उड़ा था.. और भगवान को प्यारे हो गए😔
सुधर जाओ बे सुधर जाओ..रील के चक्कर में क्यों रियल जिन्दगी को दाव पर लगा रहे हो pic.twitter.com/iaMG8rzjJj
— Dr. Gulati 2.0🩺 (@Kavin_vi) October 27, 2023
ટ્રેનના ગેટ પર રોમાન્સ
જો કે આ કપલે એકબીજાને ભેટવા સિવાયની કોઈ આપત્તિજનક હરકત કરી નથી પરંતુ ચાલુ ટ્રેનના દરવાજે ઊભા રહીને આ પ્રકારના સ્ટંટ કરવા એ ખુબ જોખમી છે. જરા અમથી ચૂકથી મોટો અકસ્માત થઈ શકતો હતો. આ વીડિયોને જોયા બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. અનેક લોકોએ આ પ્રકારના જોખમી કાર્યોને બેજવાબદાર ગણાવતા તેની ટીકા કરી છે.
શું બોલ્યા નેટિઝન્સ
જ્યારે આ વીડિયોની તપાસ કરાઈ તો તે 27 ઓક્ટોબર 2023ના રોજ શેર કરાયો હતો. એટલે કે થોડા સમય પહેલાનો છે. પરંતુ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે આ પ્રકારે પોતાનો જીવ જોખમમાં નાખવો એ સમજદારી નથી. બીજાએ કહ્યું કે, આવા સ્ટન્ટ જોખમી હોય છે છે અને તેનાથી બીજાને પણ ખોટી પ્રેરણા મળે છે.
(Disclaimer: આ એક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો છે. તે અંગે ZEE 24 કલાક કોઈ પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે