અમદાવાદ આસપાસના આ 5 નાનકડા વિસ્તારોનો વિકાસ સડસડાટ દોડશે, ઓલિમ્પિક અહીં આવશે
Olympics In Gujarat : અમદાવાદ આસપાસ 12થી 25 કિમી વિસ્તારમાં 5 શહેર ઓલિમ્પિક પહેલાં સેટેલાઈટ ટાઉન બનશે... કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની સિકલ બદલાશે
Trending Photos
Ahmedabad News : અમદાવાદ ફરતે નવું અમદાવાદ બનશે. માનવામાં ન આવે પણ આ સત્ય વાત છે. ગુજરાતમાં સડસડાટ દોડી રહેલા વિકાસમાં આ પણ શક્ય છે. ગુજરાતના આંગણે ભવ્ય ઓલિમ્પિક રમત રમાવા જઈ રહી છે. ગુજરાતે ઓલિમ્પિક 2036 માટે બીડ કર્યું છે. તેના માટે સરકાર અત્યારથી જ આયોજન કરી રહી છે. ઓલિમ્પિકની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદના 5 નાનકડા વિસ્તારોની રોનક બદલાઈ જશે. આગામી સમયમાં આ વિસ્તારો ઓળખી ન શકાય તેવા બનશે, અને વિદેશી શહેરોની જેમ હરણફાળ ભરશે. અમદાવાદ આસપાસ 12થી 25 કિમી વિસ્તારમાં 5 શહેર ઓલિમ્પિક પહેલાં સેટેલાઈટ ટાઉન બનાવવાનું આયોજન છે. જેમાં કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની સિકલ બદલાશે.
કલોલ, સાણંદ, દહેગામ, બારેજા, મહેમદાવાદની પસંદગી ઓલિમ્પિકના સેટેલાઈટ ટાઉન માટે થવાની છે. ત્યારે પહેલા તો સેટેલાઈટ ટાઉનમાં શું શુ હોય છે તે સમજી લો.
સેટેલાઈટ ટાઉનમાં શું હોય છે?
- ઈકો ફ્રેન્ડલી ડેવલપમેન્ટ સાથે વિકાસ
- સ્વયં સમાવિષ્ટ, સ્વતંત્ર શહેર સોસાયટી માટે એફોર્ડેબલ આવાસ
- સ્માર્ટ પેઢીને સમાવવા સક્ષમ હોય
- શહેરમાં વસતીગીચતા ઘટાડવાનો હેતુ
ભારતમાં ઓલિમ્પિકની તૈયારીઓ માટે મોટું પગલું ભરાયું છે. ભારતીય ઓલિમ્પિક સંઘે 2036 ના ઓલિમ્પિકની મેજબાની કરવા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પકને ઔપચારિક રીતે એક પત્ર સોંપ્યો છે. હાલ જવાબની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ અનુસાર, આ પત્ર 1 ઓક્ટોબરના રોજ સોંપવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ ઓલિમ્પક માટે તૈયાર થઈ રહ્યું છે. આ માટે અમદાવાદની આસપાસના 5 વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે. જેને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવામાં આવશે. 2025ની વસતીગણતરી અને નવા સીમાંકન બાદ કામગીરી શરૂ કરી દેવાનું આયોજન છે. આ શહેરો સેટેલાઈટ ટાઉન બનવાથી મધ્યમ વર્ગને સીધો ફાયદો થશે. દાદાની સરકારે અગાઉ આ સેટેલાઈટ ટાઉન અંગે ચર્ચા કરી હતી. જેના આધારે ઔડા અને એએમસીને દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. આ વિસ્તારોનો વિકાસ કરવામા આવશે.
પ્રોપર્ટીના ભાવ વધશે કે ઘટશે
આ પાંચ વિસ્તારોનો વિકાસ થશે તો સૌની નજર પ્રોપર્ટીના માર્કેટ પર હશે. સેટેલાઈટ વિસ્તારથી આ વિસ્તારના પ્રોપર્ટીના ભાવમાં શું ચેન્જ આવશે તેના વિશે એક્સપર્ટસ કહે છે કે, સેટેલાઈટ ટાઉન બને તો સૌથી મોટો ફાયદો મધ્યમ વર્ગને થાય. હાલ જે મકાનોના ભાવ એક કરોડથી વધુ છે. તેના બદલે ટાઉન બને તો 30 લાખની આસપાસ મકાનો મળી શકે. અમદાવાદનું ભારણ ઘટશે. શહેર અને ટાઉન બને એકસાથે વિકસે. જેના કારણે એક નવું અમદાવાદ ઊભું થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે