અંબાલાલનો મોટો ધડાકો : ફેબ્રુઆરીમાં મોટી ઉથલપાથલ થશે, આખા મહિનાની કરી આગાહી

Weather Alert : રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. 2 ફેબ્રુઆરી બાદ પહાડો પર હિમવર્ષા થશે. તો 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે. તો 3-4 ફેબ્રુઆરીએ ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે.

આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાત માટે નવી આગાહી 

1/3
image

અંબાલાલ પટેલે કહ્યું કે, 3 ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં કમોસમી હિમ વર્ષાની શક્યતા છે. રાજ્યમાં 3 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા છે. 3 થી 4 ફેબ્રુઆરીમાં ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો આ સમયે ગુજરાતનાં ઉત્તર પૂર્વીયભાગો છાંટા પડવાની આશંકા છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ રહી શકે છે. 5 થી 7 ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી રહી શકે છે. આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલની મોટી ચેતવણી

2/3
image

બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.    

હવામાન વિભાગ શું કહે છે? 

3/3
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ધુમ્મસ રહેશે. પંજાબ અને હરિયાણામાં મધ્યમ વરસાદની આગાહી છે. કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે. ૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે ઘણા રાજ્યોમાં નોંધપાત્ર વરસાદ પડશે. ઉત્તરાખંડમાં ૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન વરસાદ, હિમવર્ષાની સંભાવના છે.