Shadashtak Yog: 7 ફેબ્રુઆરીથી 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, સૂર્ય, મંગળ, બુધ સાથે મળી જીવનમાં ધન, સફળતા અને પ્રગતિના નવા રસ્તા ખોલશે

Shadashtak Yog: 7 ફેબ્રુઆરી 2025 ના રોજ સૂર્ય, મંગળ અને બુધ ગ્રહની સ્થિતિ અત્યંત શુભ હશે. આ 5 પ્રભાવશાળી ગ્રહ 3 રાશિના લોકોની ઝોળી ધનથી ભરી દેશે તેવી સંભાવના છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે અને 7 ફેબ્રુઆરીની ગ્રહોની સ્થિતિ ખાસ શા માટે છે ?

Shadashtak Yog: 7 ફેબ્રુઆરીથી 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરુ થશે, સૂર્ય, મંગળ, બુધ સાથે મળી જીવનમાં ધન, સફળતા અને પ્રગતિના નવા રસ્તા ખોલશે

Shadashtak Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરી મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. તેમાં પણ 7 ફેબ્રુઆરી અને શુક્રવારે ગ્રહોનો વિશેષ સંયોગ સર્જાશે. 7 ફેબ્રુઆરીએ કેટલીક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના થવાની છે. આ દિવસે ત્રણ શક્તિશાળી ગ્રહની વિશેષ યુતિ બનશે. જેની અસર દેશ દુનિયાની સાથે બધી જ રાશિઓ પર પડશે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવાર અને 7 ફેબ્રુઆરીએ બપોરે 2.58 મિનિટે સૂર્ય અને મંગળ એકબીજાથી 150 ડિગ્રી પર સ્થિત રહેશે. જ્યોતિષ ભાષામાં આ ઘટનાને ષડાષ્ટક યોગ પણ કહેવાય છે. સાથે જ આ દિવસે સાંજે 6.37 મિનિટે ગ્રહોના રાજકુમાર બુધ નક્ષત્ર બદલશે. બુધ ગ્રહ શ્રવણ નક્ષત્રમાંથી નીકળી ઘનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રનો સ્વામી પણ મંગળ છે. 

7 ફેબ્રુઆરી 2025 ના રોજ સૂર્ય, મંગળ અને બુધનો જે સંયોગ થવાનો છે તે 5 રાશિ માટે અત્યંત શુભ રહેશે. આ રાશિના લોકોના જીવનમાં ધન, સફળતા અને પ્રગતિના નવા રસ્તા ખુલશે. તો ચાલો તમને જણાવીએ એ 5 લકી રાશિ વિશે જેની ઝોળી બુધ, મંગળ અને સૂર્ય ધનથી ભરી દેશે 

મેષ રાશિ 

સૂર્ય અને મંગળની વિશેષ કૃપા કારકિર્દી અને વ્યવસાયમાં અણધાર્યો લાભ કરાવશે. અટકેલા કામ પુરા થશે અને નવી યોજનાઓ સફળ થશે. ધન લાભના પણ યોગ બની રહ્યા છે. બિઝનેસ સંબંધિત કામ કરવા માટે શુભ સમય. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. 

વૃષભ રાશિ

બુધ ગ્રહના પ્રભાવથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. રોકાણ માટે લાભકારક સમય. શેરબજાર અને પ્રોપર્ટીના કામથી ફાયદો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગારમાં વધારો થઈ શકે છે. 

સિંહ રાશિ

માન સન્માનમાં વૃદ્ધિ થશે. કારકિર્દીમાં જબરદસ્ત ઉછાળો આવશે. સરકારી ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે અનુકૂળ સમય. આર્થિક મજબૂતી વધશે. બિઝનેસમાં મોટી ડીલ ફાઈનલ થઇ શકે છે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે. 

વૃશ્ચિક રાશિ 

મંગળ ગ્રહના પ્રભાવથી અચાનક ધન લાભ થઈ શકે છે. નવી સંપત્તિ ખરીદવાના કે વાહન લેવાના યોગ પણ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે. વિરોધીઓ પ્રાપ્ત થશે. માનસિક શાંતિ બની રહેશે. 

મકર રાશિ 

બુધ અને મંગળના પ્રભાવથી વેપારમાં ઉન્નતિ થશે. પારિવારિક અને આર્થિક બાબતોમાં સ્થિરતા આવશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થશે સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક શાંતિ બની રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news