Kharab Rahu: જીવનમાં આવી મુસીબતો આવતી હોય તો સમજી લેજો રાહુ ખરાબ છે, તુરંત કરજો આ કામ, બદલી જશે સમય

Rahu Dosh: જો રાહુ ખરાબ હોય તો જીવનમાં એક નહીં અનેક સમસ્યાઓ આવે છે. અનેક પ્રયત્નો છતા પણ વ્યક્તિને સફળતા મળતી નથી. જીવનમાં ખુશીઓ આવતી નથી. આજે તમને ખરાબ રાહુના લક્ષણ અને દોષ દુર કરવાના ઉપાય જણાવીએ.

Kharab Rahu: જીવનમાં આવી મુસીબતો આવતી હોય તો સમજી લેજો રાહુ ખરાબ છે, તુરંત કરજો આ કામ, બદલી જશે સમય

Rahu Dosh: રાહુ અને કેતુને જ્યોતિષશાસ્ત્રમાં ક્રૂર અને પાપી ગ્રહ કહેવાય છે. જો કુંડળીમાં રાહુ, કેતુ કે પછી શનિની નકારાત્મક સ્થિતિ હોય તો જીવનમાં સમસ્યાઓ એક પછી એક આવતી જ રહે છે. આ ત્રણેય ગ્રહ એવા છે જે શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને રાજા જેવું વૈભવી જીવન આપે છે. પરંતુ જ્યારે આ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો જીવનમાં સમસ્યાઓ વધી જાય છે. ખાસ કરીને જો રાહુ ખરાબ હોય તો જીવનમાં કેટલાક પ્રકારની ઘટનાઓ બને છે તેના પરથી જાણી શકાય છે કે રાહુ અશુભ છે. 

રાહુ રાક્ષસી સાપનો મુખ્યા ગણાય છે. રાહુ છાયા ગ્રહ છે. છાયા ગ્રહ હોવા છતાં રાહુ વ્યક્તિના જીવન પર સૌથી વધુ અસર કરે છે. રાહુના ગુણ રોગ, શત્રુતા અને ઋણ છે. જો રાહુ બળવાન હોય તો વ્યક્તિ ધાર્મિક હોય છે. અને જો રાહુ ખરાબ હોય તો વ્યક્તિ અનૈતિક કામો કરે છે અને સાથે જ બીમારીઓ કરજ અને નશાની લત લાગી જાય છે. 

ખરાબ રાહુના લક્ષણ 

રાહુ ખરાબ હોય તો વ્યક્તિને અનેક બીમારીઓ થઈ શકે છે. જેમ કે પેટ સંબંધિત સમસ્યા, માઈગ્રેન, સંબંધો બગડવા, ભ્રમની સ્થિતિ, નિર્ણય ન લઈ શકવો, આર્થિક નુકસાન, લોકો સાથે તાલમેલનો અભાવ, વાત વાત પર ગુસ્સો આવવો, વાણી કડવી થવી, વાહન દુર્ઘટના, માનહાની, નશાની લત આ બધા ખરાબ રાહુના લક્ષણ છે. આવા લોકો જ્યારે ખરાબ લોકોની સંગતમાં ફસાઈ જાય છે તો ઘરની સંપત્તિ પણ તબાહ કરી નાખે છે. 

રાહુને શાંત કરવાના ઉપાય 

રાહુ મનને ભ્રમિત કરે છે. તેથી રાહુ ખરાબ હોય તો વ્યક્તિએ નિયમિત ધ્યાન અથવા યોગ કરવા જોઈએ. આ સાથે જ રોજ ભગવાન શિવની પૂજા કરવી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ભગવાન ભૈરવના મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો કરવાથી પણ રાહુ શાંત થાય છે. આ સિવાય રોજ હનુમાન ચાલીસા વાંચવી. વિવાહિત વ્યક્તિ હોય તો તેને સાસરા પક્ષના લોકો સાથે સંબંધો સારા રાખવા અને નશાથી દૂર રહેવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news