અપ્સરાથી કમ નથી કપૂર ખાનદાનની 24 વર્ષની આ દીકરી, વર્ષો સુધી લાઈમલાઈટથી રહી દૂર; હવે કરશે બોલીવૂડમાં ડેબ્યૂ

Kapur Family Daughter: બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર કિડ્સ છે જે હવે સિનેમા જગતમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. જેમાં વધુ એક હસીનાનું નામ ઉમેરાયું છે. આ હસીના કપૂર પરિવારની દીકરી છે જે વર્ષોથી લાઇમલાઇટથી દૂર હતી. પરંતુ હવે તે ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આવો અમે તમને આ હસીના વિશે જણાવીએ.

કોણ છે આ હસીના?

1/5
image

આ હસીના બીજું કોઈ નહીં પણ કપૂર પરિવારની દીકરી કાવેરી કપૂર છે. કાવેરી 79 વર્ષના શેખર કપૂરની પુત્રી છે. જે સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહેતી હતી. પરંતુ હવે તેની ડેબ્યુ ફિલ્મ થોડા દિવસોમાં રીલિઝ થવા જઈ રહી છે.

ફિલ્મોમાં કરી રહી છે ડેબ્યૂ

2/5
image

ખાસ વાત એ છે કે, કાવેરી જે અભિનેતા સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે તે બીજું કોઈ નહીં પણ દિગ્ગજ એક્ટર અમરીશ પુરીના પૌત્ર વર્ધન પુરી છે. આ ફિલ્મનું નામ છે 'બોબી અને ઋષિ કી લવ સ્ટોરી' જે OTT પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર 11 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

શેખર કપૂરની દીકરી કાવેરી

3/5
image

24 વર્ષની કાવેરી શેખર કપૂર અને સુચિત્રા કૃષ્ણમૂર્તિની દીકરી છે. બન્નેએ વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. પરંતુ કાવેરીના જન્મ પછી બન્ને 2007માં અલગ થઈ ગયા. અગાઉ એવા અહેવાલ હતા કે, કાવેરીને ફિલ્મ 'માસૂમ 2'થી લોન્ચ કરવામાં આવશે જેનું નિર્દેશન શેખર કપૂર કરશે.

ખુબસુરતીના દીવાને

4/5
image

એવા પણ અહેવાલ હતા કે, આ ફિલ્મમાં વર્ષો પછી ફરી એકવાર સ્ક્રીન પર શબાના આઝમી અને નસીરુદ્દીન શાહ જોવા મળશે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. કાવેરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

14.5 k ફોલોઅર્સ

5/5
image

કાવેરીને માત્ર એક્ટિંગમાં જ રસ નથી, પરંતુ તે સિંગર, કવિ અને સોન્ગ રાઈટર પણ છે. તેણે તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફેન્સ તેમના ફોટાને લાઈક અને કોમેન્ટ પણ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ પણ 14.5 K છે.