ઘરોમાં નથી દરવાજા, ક્રાઇમ રેટ પણ ઓછો... ભારતનું એક એવું ગામ, જ્યાં ભગવાન દરેક પરિસ્થિતિમાં કરે છે રક્ષા!
Shani Shingnapur village fact: આપણે જ્યારે ઘરની બહાર જઈએ તો દરવાજા બંધ કરી તાળા મારીએ છીએ. પરંતુ એક ગામ એવું છે જ્યાં લોકોના ઘરોમાં કોઈ દરવાજા નથી.
Trending Photos
Shani Shingnapur village history: તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવું નાનું ગામ છે જ્યાં ઘરોમાં કોઈ દરવાજા નથી. ત્યાં સુધી કે લોગો બહાર જાય છે તો પોતાના ઘરને બંધ કરતા નથી.
શું તમે ક્યારેય દરવાજા અને તાળા વગરના ઘરને છોડીને જવા વિશે વિચાર્યું છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવું ગામ છે જ્યાં ઘરોમાં કોઈ દરવાજા નથી. ત્યાં સુધી કે લોકો બહાર જાય તો પણ પોતાના ઘરોને બંધ કરતા નથી.
મહારાષ્ટ્રમાં શનિ શિંગણાપુર નામનું એક નાનું ગામ છે, જ્યાં ઘરોમાં નતો દરવાજા છે અને ન તાળા. રસપ્રદ વાત છે કે 24 કલાક દરવાજા ખુલા રહેવા છતાં અહીંના લોકોને ક્યારેય અસુરક્ષાનો અનુભવ થતો નથી.
અહીંના નિવાસી પોતાના પાડોશીઓને પણ ઘર પર નજર રાખવા માટે કહેતા નથી.
શું છે કારણ?
તેનું કારણ ભગવાન શનિ પર રહેવાસીઓની અતૂટ શ્રદ્ધા છે. દેવતાને ગામનો રક્ષક માનવામાં આવે છે. ગ્રામજનોનું માનવું છે કે ભગવાન શનિદેવ દરેક પરિસ્થિતિમાં તેમની રક્ષા કરશે. એવું કહેવાય છે કે લગભગ 300 વર્ષ પહેલાં ગામમાં ભારે વરસાદ બાદ પાંસણા નદીના કિનારે એક ભારે કાળો પથ્થર ધોવાઈ ગયો હતો.
જ્યારે એક સ્થાનીક વ્યક્તિએ ભારે સળિયા વડે તેના પર પ્રહાર કર્યો તો તેમાંથી લોહી નિકળવા લાગ્યું હતું. બાદમાં તે રાત્રે, તેમ માનવામાં આવે છે કે ભગવાન શનિ તે વ્યક્તિના સપનામાં આવ્યા અને તેને કહ્યું કે આ મૂર્તિ તેમની છે. ત્યારે તે વ્યક્તિએ ભગવાન શનિને પૂછ્યું કે શું તે તેમના માટે એક મંદિર બનાવી શકે છે? પરંતુ દેવતાએ ના પાડી. તેની જગ્યાએ ભગવાન શનિએ તેને કહ્યું કે તે ગ્રામીણોના દિલોમાં રહેવા ઈચ્છે છે જેથી તે બધા પર નજર રાખી શકે. બીજા દિવસે તે વ્યક્તિએ ગ્રામીણોને પોતાના સપના વિશે જણાવ્યું અને ત્યારથી તેમણે ભગવાન શનિ પર પોતાનો વિશ્વાસ રાખ્યો છે. અત્યારે જે પણ હોય પરંતુ આ ગામના લોકોની શનિદેવ પ્રત્યેની આસ્થા ઠુકરાવી શકાય નહીં. પરંતુ ઝી 24 કલાક કોઈપણ તથ્યની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે