બેટ દ્વારકામાં દબાણ હટાવો ઝુંબેશ પૂર્ણ, 73 કરોડની 1.34 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી દબાણ હટાવો કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તંત્ર દ્વારા ધાર્મિક, કોમર્શિયલ સહિત અનેક દબાણો દૂર કરી જગ્યા ખાલી કરાવવામાં આવી છે.
Trending Photos
જયદીપ લાખાણી, દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ઘણા દિવસોથી ડિમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.બેટ દ્વારકા માં કરોડો ની સરકારી જમીન પર ના દબાણો ને છે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં રહેણાક અને ધાર્મિક દબાણ ને છે દૂર કરવામાં આવ્યા છે.
કુલ મળી ને 1 લાખ 34 હજાર 417 ચોરસ મીટર જગ્યાને ખાલી કરવામાં આવી જેની બજાર કિંમત 73 કરોડ 72 લાખ 50 હજાર જેટલી ગણવામાં આવી રહી છે. 525 રહેણાક અને કોમર્શિયલ બાંધકામ અને 25થી વધુ ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે.
છેલ્લા 40 થી 50 વર્ષ થી દબાણો કરવામાં આવ્યા હતા. સરકારી ગૌચર જમીન પર ધાર્મિક સ્થાનો અને રહેણાક અને કોનાર્શિયલ બાંધકામો કરવામાં આવ્યા હતા.જે દબાણો ને સરકારી તંત્ર દ્વારા દૂર કરવામાં વાયા હતા.
દરિયાઈ વિસ્તારોમાં ગેર કાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. ખાસ દ્રગ્સનું લેન્ડિંગ પોઇન્ટ બનતા અટકાવવા માટે થઈને પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી. ઓખા નજીકના ટાપુ પર 8 લોકો દ્વારા દર કાયદેસર પ્રવેશ કરતા ઓખા મરીન પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બેટ દ્વારકાના ડીમોલેશન અને ટાપુ પરના દબાણો દૂર કર્યા બાદ પોલીસ દ્વારા બોટ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. બેટ દ્વારકાની આસપાસ આવેલ 7 જેટલા ટાપુ પર જવાની મનાઈ હોવા છતાં જતા લોકો ને અટકાવવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.ઓખા મરિન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી દેવાભુમિ દ્વારકાના પ્રતિબંધ ટાપુઓ પર પેટ્રોલિંગ કરવામા આવ્યું.દરીયામા તમામ ફિસીંગબોટ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.ગેર કાયદેસર મંજૂરી વગર પ્રતિબંધિત ટાપુ ઉપર જવાથી ગુનો દાખલ કરવામા આવશે.
દ્વારકામાં કોરિડોરનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ગેરકાયદે બાંધકામ દૂર કરવાનું હતું જે ડિસેમ્બર 2024 થી શરૂ થયું હતું જ્યારે હાઇવે પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી ત્રણ તબક્કામાં કરવાની હતી અને આજે આ ડ્રાઇવનો અંત આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે તંત્ર દ્વારા કરવામાં આવે મેગા ડિમોલેશન ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેટ દ્વારકાના બાલાપર ગામે રહેતા લોકોની મુલાકાત લીધી. બેટ દ્વારકાના બાલાપર ગામે તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું ત્યાર બાદ કોંગ્રેસ ના નેતાઓ એ બેટ દ્વારકા ના બાલાપર ગામની મુલાકાત લીધી. અમિત ચાવડા અને લાલજીભાઈ દેસાઈ બેટ દ્વારકા માઈ મુલાકાત લીધી હતી.બેટ દ્વારકા ના બાલાપર ગામે જાઈ લોકો સાથે વાતચીત કરી.ગેરકાયદેસર તોડી પડાયેલા મકાન ના રહેવાસીઓ સાથે સાંત્વના આપી.ગુજરાત માં ચાલી રહેલા ડીમોલેશન ને લઈ અમીર ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા.
દ્વારકામાં કોરીડોર બનાવવાની યોજના છે અને ગેરકાયદે બાંધકામ દૂર કરવાનું હતું, જે ડિસેમ્બર 2024 થી શરૂ થયું હતું, ત્યારબાદ હાઇવે પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી ત્રણ તબક્કામાં કરવાની હતી અને આજે આ અભિયાનનો અંત આવ્યો હતો.જેમાં દ્વારકા નગરપાલિકા અને ઓખા નગરપાલિકા સાથે જિલ્લા વહીવટી તંત્રના 110 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા જેમાં 1 હજારથી વધુ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો હતો પરંતુ આ તમામ કાર્યવાહીમાં નિમ્ન અને નિરર્થક કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્રણ તબક્કામાં કુલ 1 લાખ 34 હજાર 417 ચોરસ મીટર જમીનનું બાંધકામ કરવામાં આવ્યું છે. અને જંત્રી મુજબ તેની કિંમત 73 કરોડ 72 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે