ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આવ્યા ખરાબ સમાચાર, આખી ટુર્નામેન્ટમાંથી બહાર થશે ટીમનો કેપ્ટન!

Champions Trophy: ICCની આ મોટી ટૂર્નામેન્ટ પહેલા આ ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે ખુલાસો કર્યો છે કે, 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમના કેપ્ટન અને ફાસ્ટ બોલર પેટ કમિન્સ સંપૂર્ણ રીતે ફિટ થવાની શક્યતા ઓછી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આવ્યા ખરાબ સમાચાર, આખી ટુર્નામેન્ટમાંથી બહાર થશે ટીમનો કેપ્ટન!

Champions Trophy: ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સનું ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત છે. ICCની આ મોટી ટૂર્નામેન્ટ પહેલા આ ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે ખુલાસો કર્યો છે કે, 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમના કેપ્ટન અને ફાસ્ટ બોલર પેટ કમિન્સ સંપૂર્ણ રીતે ફિટ થવાની શક્યતા ઓછી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આવ્યા ખરાબ સમાચાર
જો પેટ કમિન્સ સમયસર ફીટ નહીં થાય તો સ્ટીવ સ્મિથ અથવા ટ્રેવિસ હેડમાંથી એકને ઓસ્ટ્રેલિયાની કમાન સોંપવામાં આવી શકે છે. પોતાના બીજા બાળકના જન્મને કારણે શ્રીલંકામાં ટેસ્ટ સિરીઝમાં ન રમનાર પેટ કમિન્સ પણ પગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે અને તેણે હજુ સુધી પ્રેક્ટિસ શરૂ કરી નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર સિરીઝ દરમિયાન તેની ઘૂંટીની સમસ્યા વધી ગઈ હતી.

આખી ટુર્નામેન્ટમાંથી બહાર થશે ટીમનો કેપ્ટન!
ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે કહ્યું કે, 'પેટ કમિન્સ કોઈપણ રીતે બોલિંગ ફરી શરૂ કરવામાં સક્ષમ નથી. તેથી તેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાની શક્યતા ઘણી ઓછી છે. આનો અર્થ એ છે કે, અમારે કેપ્ટનની જરૂર છે. જ્યારે અમે પેટ (કમિન્સ)ની સાથે ઘરમાં ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ વિશે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ એ બે ખેલાડીઓ હતા જેની સાથે અમે વાત કરી રહ્યા હતા. અમે કેપ્ટનશિપ માટે આ બન્ને પર નજર રાખી રહ્યા છીએ.' શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્મિથે ટીમની કમાન સંભાળી હતી.

ગ્રુપ Bમાં ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે અને તેની તમામ રાઉન્ડ રોબિન મેચો પાકિસ્તાનના લાહોર અને રાવલપિંડીમાં રમાશે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકા સામે કોલંબોમાં 2 વનડે મેચ પણ રમશે. ઓસ્ટ્રેલિયા માટે 22 ફેબ્રુઆરીએ લાહોરમાં ઇંગ્લેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પહેલા પ્રેક્ટિસ કરવાની આ તક હશે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ગ્રુપ Bના મેચ
22 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, લાહોર
25 ફેબ્રુઆરી: ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
28 ફેબ્રુઆરી: અફઘાનિસ્તાન vs ઓસ્ટ્રેલિયા, લાહોર
4 માર્ચ: સેમિફાઇનલ 1, દુબઈ
5 માર્ચ: સેમિફાઇનલ 2, લાહોર
9 માર્ચ: ફાઈનલ, લાહોર અથવા દુબઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news