Viral Video: કેબીસી 16 માં સમય રૈના અમિતાભ બચ્ચનને પુછ્યો રેખાનો પ્રશ્ન ? જાણો વાયરલ વીડિયોનું સત્ય

KBC 16 Viral Video: કૌન બનેગા કરોડપતિ 16 માં એક ખાસ એપિસોડમાં સોશિયલ મીડિયાના જાણીતા સેલિબ્રીટ આવ્યા હતા. જેનો એક વીડિયો આગની જેમ વાયરલ થયો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચનને રેખાને લઈને પ્રશ્ન પુછવામાં આવે છે. આ વીડિયોનું સત્ય સામે આવ્યું છે.

Viral Video: કેબીસી 16 માં સમય રૈના અમિતાભ બચ્ચનને પુછ્યો રેખાનો પ્રશ્ન ? જાણો વાયરલ વીડિયોનું સત્ય

KBC 16 Viral Video: સોશિયલ મીડિયા પર દરરોજ નવી નવી ઘટનાઓના વિડીયો વાયરલ થતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનના રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ 16 નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થવાનું કારણ છે અમિતાભ બચ્ચનને પૂછવામાં આવેલો એક પ્રશ્ન. કેબીસી 16 માં તાજેતરમાં જ સમય રૈના, ભુવન બામ, તન્મય ભટ્ટ સહિતના ઇન્ફ્લુએન્સર પહોંચ્યા હતા. આ સ્પેશિયલ એપિસોડના આમ તો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ સમય રૈનાનો વિડીયો સૌથી વધુ ચર્ચામાં છે. 

સમય રૈના જ્યારે હોટ સીટ પર બેઠો હતો ત્યારે બીગ બીને તે રેખાને લઈને એક પ્રશ્ન પૂછે છે અને તેના જવાબમાં અમિતાભ બચ્ચન ખળખળાટ હશે છે. આ વિડીયો જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે જેના કારણે આ વિડીયો વધુને વધુ વાયરલ પણ થઈ રહ્યો છે. લોકોને લાગે છે કે આ સાચો વિડિયો છે અને રેખાના પ્રશ્નમાં અમિતાભ બચ્ચને ખરેખર આવો રિએક્શન આપ્યું ! 

જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એવું દેખાય છે કે અમિતાભ બચ્ચનની સામે સમય રૈના બેઠો છે અને અમિતાભ બચ્ચનને પૂછે છે કે તમને એક પ્રશ્ન પૂછું ? અમિતાભ બચ્ચન પ્રશ્ન માટે હા કહે છે ત્યાર પછી સમય રૈના તેમને પૂછે છે કે તમારામાં અને સર્કલમાં શું કોમન છે ? અમિતાભ બચ્ચન કન્ફ્યુઝ દેખાય છે અને પછી સમય રૈના જવાબ આપે છે કે તમારા બંને પાસે રેખા નથી.. આ વાત સાંભળીને બીગ બી જોર જોરથી હસવા લાગે છે. 

સમય રૈના અને અમિતાભ બચ્ચનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો તમને પણ એવું લાગી રહ્યું હોય કે આ વિડીયો સાચો છે તો તમને જણાવી દઈએ કે આ વિડીયો ફેક છે. આ વીડિયોને અમિતાભ બચ્ચનના જુના વિડીયોની ક્લિપ અને તાજેતરના એપિસોડની કેટલીક ક્લિપ્સને જોડીને બનાવવામાં આવ્યો છે. એ વાત સાચી છે કે સમય રૈનાએ અમિતાભ બચ્ચનના રિયાલિટી શોમાં જોરદાર ધમાલ કરી હતી પરંતુ તેણે શો દરમિયાન રેખા સંબંધીત કોઈપણ જોક કર્યો ન હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news