સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વના સમાચાર, જાણો સરકારે શું આપી ચેતવણી? 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપ્સ અંગે ભારત સરકાર તરફથી એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેના વિશે સરકારી કર્મચારીઓ જાણવું ખુબ જરૂરી છે. જાણો વિગતો. 

સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વના સમાચાર, જાણો સરકારે શું આપી ચેતવણી? 

મીડિયા રિપોર્ટ મુજબ ભારત સરકાર તરફથી એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સરકારી કર્મચારીઓને AI Apps અને પ્લેટફોર્મ અંગે જરૂરી સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રી તરફથી બહાર પાડવામાં આવેલા આદેશમાં સરકારી કર્મચારીઓને કહેવાયું છે કે અનેક કર્મચારીઓ ઓફિસના કોમ્પ્યુટર અને લેપટોપમાં AI Apps (જેમ કે Chat GPT, DeepSeek વગેરે)નો ઉપયોગ કરે છે. જેના કારણે ભારત સરકારના કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ અને ડેટા પર મોટું જોખમ આવી શકે છે. 

AI Apps અંગે બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવાયું છે કે AI Apps અને ટુલ્સને સરકારી કોમ્યુટર, લેપટોપ અને ડિવાઈસમાં ઉપયોગ કરવા અંગે નજરઅંદાજ કરવી જોઈએ. જો કે કર્મચારીઓ ઈચ્છે તો તેને પર્સનલ ડિવાઈસમાં ઉપયોગ કરી શકે છે. આ નિર્ણય ડેટા અને પ્રાઈવસીને પ્રાથમિકતા આપતા કરવામાં આવ્યો છે. 

ભારતમાં ઢગલો AI Apps
અત્રે જણાવવાનું કે ભારતમાં ઢગલો વિદેશી AI Apps હાજર છે જેમાં ChatGPT, DeepSeek અને Google Gemini વગેરે છે. ભારતમાં અનેક લોકો તેનો ઉપયોગ પોતાનું કામ સરળ કરવા હેતુસર કરતા હોય છે. આ દરમિયાન AI Apps ડિવાઈસમાં રહેલી કેટલીક જરૂરી પરમિશન એક્સેસ કરે છે. જેમાં તે ડેટા અને ફાઈલોનું એક્સેસ પણ માંગી શકે છે. આવામાં સરકારી ફાઈલના ડેટા લીક થવાનું જોખમ રહે છે. 

AI Apps અને AI ChatBOT ની મદદથી અનેક લોકો ફટાફટ લેટર, આર્ટિકલ કે પછી ટ્રાન્સલેશન વગેરે કામ કરાવી શકે છે. અનેક લોકો તેનો ઉપયોગ પ્રેઝન્ટેશન વગેરે બનાવવામાં પણ કરે છે. અહીં યૂઝર્સે એક સિમ્પલ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપવાની રહે છે. 

ચીની સ્માર્ટ એપ DeepSeek એ હાલમાં જ ગજબની લોકપ્રિયતા મેળવી છે અને આ સ્ટાર્ટઅપે ઓછી કિંમતના કારણે ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે. લગભગ 20 મહિના પહેલા શરૂ થયેલા સ્ટાર્ટઅપે એઆઈ ઈન્ડસ્ટ્રીમાં તહેલકો મચાવ્યો છે. 20 જાન્યુઆરી 2025ના રોજ DeepSeek R1 ChatBot અચાનક ઝડપથી લોકપ્રિય થયું અને તેણે AI કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા જૂના અનેક રેકોર્ડ ધ્વસ્ત કર્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news