6 વર્ષ મોટી મુસ્લિમ યુવતીના પ્રેમમાં પડ્યો આ ભારતીય ક્રિકેટર, તોડી નાખ્યા ધર્મના બંધનો, ફિલ્મી છે લવસ્ટોરી
Cricketer Love Story: ભારતમાં એવા ઘણા ક્રિકેટરો છે જેણે બીજા ધર્મની યુવતીઓ સાથે લગ્ન કર્યાં છે. આજે આપણે એક એવા ક્રિકેટરની લવસ્ટોરી વિશે ચર્ચા કરીશું, જે લવઅફેરને કારણે ખુબ ચર્ચામાં રહ્યો હતો.
Trending Photos
Love Story: ક્રિકેટની દુનિયામાં માત્ર સંઘર્ષની વાતો જ નહીં પરંતુ કેટલીક લવ સ્ટોરીઝ પણ ચર્ચામાં રહે છે. ક્યારેક બોલિવૂડ અભિનેત્રીઓ સાથેના અફેરની ચર્ચાઓ થાય છે તો ક્યારેક કોઈ ધર્મના બંધનને તોડી નાખે છે. આજે અમે એવા જ એક ભારતીય ક્રિકેટરની લવ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાનાથી છ વર્ષ મોટી મુસ્લિમ મોડલ સાથે પ્રેમમાં પડ્યો અને થોડા દિવસોની ડેટિંગ પછી લગ્ન કરી લીધા. આ માટે આ ખેલાડીને ટીકાનો સામનો પણ કરવો પડ્યો હતો.
2021મા થયા લગ્ન
અમે વાત કરી રહ્યાં છીએ ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર શિવમ દુબેની. તેની પત્નીનું નામ અંજુમ ખાન છે અને બંનેએ વર્ષ 2021મા લગ્ન કર્યા હતા. મુસ્લિમ હોવાને કારણે દુબેનો પરિવાર લગ્ન માટે ન માન્યો પરંતુ દુબેએ પોતાની જીદ પકડી રાખી હતી. અંજુમ ખાન સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે, કારણ કે તેણે મોડલિંગ પણ કર્યું છે. દુબેએ વર્ષ 2019માં ટીમ ઈન્ડિયા માટે પર્દાપણ કર્યું હતું. કોવિડ દરમિયાન તેણે લગ્ન કર્યાં હતા.
કયા રીતિ રિવાજથી થયા લગ્ન?
દુબે અને અંજુમ ખાને હિંદુ રીતિ-રિવાજ સિવાય મુસ્લિમ રીતિ-રિવાજોથી પણ લગ્ન કર્યા હતા. આ માટે બંનેને ઘણી ટ્રોલીંગ સહન કરવી પડી હતી. અંજુમ ખાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અંજુમ ખાન શિવમ દુબે કરતા 6 વર્ષ મોટી છે. અંજુમનો જન્મ 2 સપ્ટેમ્બર 1986ના રોજ થયો હતો જ્યારે દુબેનો જન્મ 26 જૂન 1993ના રોજ થયો હતો.
દુબે પિતા બન્યા
લગ્નના એક વર્ષ પછી અંજુમ ખાને પુત્રને જન્મ આપ્યો. દુબે ફેબ્રુઆરી 2022 માં પિતા બન્યા અને લગ્ન પછી પરિવાર પણ સંમત થયો. દુબેના પુત્રનું નામ અયાન છે જે હાલમાં બે વર્ષનો છે. દુબે હાલમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. 2019માં ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ તેણે ફરી એકવાર IPL દ્વારા જોરદાર વાપસી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે