ખતરનાક કેન્સરની બીમારી, ભારતમાં દર વર્ષે 9 લાખ લોકોનાં મોત, યુવાઓેમાં ઝડપથી ફેલાઈ રહી છે બીમારી

આજે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભારતમાં કેન્સરની બીમારીના આંકડા ખુબ ચોંકાવનારા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટમાં દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં વધતા કેન્સરના મામલાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ખતરનાક કેન્સરની બીમારી, ભારતમાં દર વર્ષે 9 લાખ લોકોનાં મોત, યુવાઓેમાં ઝડપથી ફેલાઈ રહી છે બીમારી

નવી દિલ્હીઃ ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ચિત્તાની સ્પીડથી વધી રહી છે... તેની વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આંકડાએ ડરાવવાનું કામ કર્યુ છે... કેમ કે વર્ષ 2023માં દેશમાં કેન્સરના કેસનો આંકડો 15 લાખ સુધી પહોંચી ગયો છે... જેમાં ચોંકાવનારું તારણ  છે કે યુવાઓ સૌથી વધુ તેના શિકાર બની રહ્યા છે... ત્યારે કેન્સર કેમ થાય છે?... તેનાથી કઈ રીતે બચી શકાય?... જોઈશું આ રિપોર્ટમાં...

વર્ષ 2021
14 લાખ 26 હજાર 447 દર્દીઓ

વર્ષ 2022
14 લાખ 61 હજાર 427 દર્દીઓ 

વર્ષ 2023
14 લાખ 96 હજાર 972 દર્દીઓ

વર્ષ 2024
15 લાખ 32 હજાર 950 દર્દીઓ

આ આંકડો બીજી કોઈ બીમારી નહીં પરંતુ વ્યક્તિની સાથે સાથે આખા પરિવારને બર્બાદ કરી નાંખતી કેન્સરનો છે... કેન્સર દર વર્ષે ભારતમાં 9 લાખ લોકોનું જીવન ભરખી જાય છે... એટલે આ આંકડો ખરેખર ડરામણો છે... તે કોરોના કરતાં પણ ઘાતક બીમારી બની ગઈ છે... અને દર વર્ષે તેના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે.

કેન્સર નામની ખતરનાક બીમારીની વાત એટલા માટે કરવી જરૂરી છે.. કેમ કે 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે... તેનાથી બચવા માટેના જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવે છે... તેમ છતાં તેના કેસ ઘટવાની જગ્યાએ વધતા જઈ રહ્યા છે... ત્યારે કયા કારણોથી કેન્સર થાય છે તે જાણવું અત્યંત જરૂરી છે..

નંબર-1
ધૂમ્રપાન કે તમાકુનું સેવન

નંબર-2
દારૂ પીવાની લત

નંબર-3
બિનઆરોગ્યપ્રદ ખોરાક

નંબર-4
લો ફિજિકલ એક્ટિવિટી

નંબર-5
HPV ઈન્ફેક્શન

નંબર-6
જેનેટિક મ્યૂટેશન

નંબર-7
વધુ પડતું વજન

નંબર-8
કેમિકલ્સના સતત સંપર્કમાં આવવાથી

નંબર-9
ટોક્સિન્સના સંપર્કમાં આવવાથી કેન્સર થવાનો ખતરો રહે છે... 

કેન્સર સામાન્ય લોકોને જ થાય તેવું નથી... તે ગમે તે વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે... તેનો મોટો પુરાવો છે બોલીવુડની અનેક જાણીતી હસ્તીઓ... તેમાં નવું નામ છે ટીવી જગતની અભિનેત્રી હીના ખાન... જે કેન્સર સામે લડાઈ લડી રહી છે... તેણે મીડિયાના માધ્યમથી લોકોને ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની સલાહ આપી...

બોલીવુડની બીજી કઈ જાણીતી અભિનેત્રીઓએ કેન્સર સામે લડાઈ લડી અને તેને માત આપીને બહાર આવી... તેમના નામ પર નજર કરીએ તો...
ઈલુ-ઈલુ ગર્લ મનીષા કોઈરાલા... 
સોનાલી બેન્દ્રે...
તાહિરા કશ્યપ...
લીઝા રે...
મહિમા ચૌધરી...
છવિ મિત્તલ...

આ તમામ નામ એવા છે જે કેન્સર સામે અનેક વર્ષ સુધી લડ્યા... અને અનેક વેદના સહન કરીને તેમાંથી મુક્તિ મેળવી છે... આ તમામ અભિનેત્રીઓએ કેન્દ્ર સરકારની આયુ્ષ્માન યોજના કઈ રીતે કેન્સરની સારવારમાં ગેમ ચેન્જર બની શકે છે તેની માહિતી આપી... 

5 કેન્સરને સૌથી ખતરનાક માનવામાં આવે છે... તેના આંકડા પર નજર કરીએ તો ફેફસાંના કેન્સરથી દુનિયામાં દર વર્ષે 18 લાખ લોકોનાં મોત થાય છે...
ભારતમાં દર વર્ષે તેનાથી 70 હજાર લોકોનાં મોત થાય છે. બ્રેસ્ટ કેન્સરના કારણે દુનિયામાં 6 લાખ 70 હજાર લોકોનાં મોત થાય છે. જ્યારે ભારતમાં તેનાથી દર વર્ષે 90 હજાર લોકોનાં મોત થાય છે. પેન્ક્રિયાટિક કેન્સરથી દુનિયામાં દર વર્ષે 4 લાખ 60 હજાર લોકોનાં મોત થાય છે. જ્યારે ભારતમાં તેનાથી 13 હજાર લોકોનાં મોત થાય છે. લિવર કેન્સરના કારણે દુનિયામાં દર વર્ષે 8 લાખ 30 હજાર લોકોનાં મોત થાય છે. જ્યારે ભારતમાં તેનાથી દર વર્ષે 34 હજાર લોકોનાં મોત થાય છે. કોલોન કેન્સરના કારણે દુનિયામાં દર વર્ષે 9 લાખ લોકોનાં મોત થાય છે. જ્યારે ભારતમાં આ બીમારીથી દર વર્ષે 35 હજાર લોકો મોતને ભેટે છે...

કેન્સર ખરેખર ગંભીર બીમારી છે... પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. સાવધાની રાખવાથી તેનાથી બચી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news