બે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં થયેલ ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ! હથેળી-છાતીના ભાગે ઉપરા-છાપરી છરીના ઘા...
શહેરના વેજલપુર વિસ્તારમાં ગત 30 મી જાન્યુઆરીએ અયાન પઠાણ નામના શખ્સ એ શેઝાન કુરેશી નામના યુવક ને છરીના ઘા મારી દીધા હતા. ઇજાગ્રસ્ત થયેલ શેઝાન કુરેશીને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરનાં વેજલપુરમાં થયેલ હત્યા મામલે પોલીસ એ આરોપીની ધરપકડ કરી છે. બે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં થયેલ ઝઘડામાં એક મિત્રએ બીજાને છરીનાં ઘા મારી દીધા..જો કે સારવાર દરમિયાન યુવકનું મોત થતા પોલીસ એ હત્યા નો ગુનો દાખલ કર્યો છે.
શહેરના વેજલપુર વિસ્તારમાં ગત 30 મી જાન્યુઆરીએ અયાન પઠાણ નામના શખ્સ એ શેઝાન કુરેશી નામના યુવક ને છરીના ઘા મારી દીધા હતા. ઇજાગ્રસ્ત થયેલ શેઝાન કુરેશીને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બનાવની જાણ થતાં જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધી ને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જો કે સારવાર દરમિયાન શેઝાન કુરેશીનું મોત થતા પોલીસ એ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને બાતમીના આધારે આજે ઝોન 7 એલસીબી દ્વારા આરોપી અયાન નામના આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસ દરમિયાન હકીકત સામે આવી છે કે મૃતક અને આરોપી બંને રીક્ષા ચલાવતા હતાં. આ દરમિયાન બંને વચ્ચે મુલાકાત થઈ હતી. 30મી જાન્યુઆરીએ રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ મૃતક જ્યારે તેના ઘરે પાસે બેઠો હતો, ત્યારે અયાન ત્યાં આવ્યો હતો અને મૃતક સાથે મજાક મસ્તી કરવા લાગ્યો હતો. જે મામલે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો. જેમાં અયાન ઉશ્કેરાઈ ગયો હતો અને શેઝાન કુરેશીને હથેળી અને છાતી ના ભાગે છરીનો ઘા મારી દીધા હતા. જો કે આસપાસમાં લોકો એકઠા થઇ જતા અયાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આરોપી અયાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ તેની સામે વેજલપુર, નારોલ, ઇસનપુર, મોડાસા સહિતના પોલીસ સ્ટેશનમાં કુલ 13 જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે. હાલમાં પોલીસ એ આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે