શશ અને માલવ્ય રાજયોગ આ 3 રાશિઓની ચમકાવી દેશે કિસ્મત, શનિ દેવની કૃપાથી થશે માલામાલ!
Shash And Malavya Rajyog Benefit: શશ અને માલવ્ય રાજયોગની બનવાની સાથે ત્રણ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે. આ બે રાજયોગથી ત્રણ રાશિના જાતકો જ્યાં હાથ મુકશે ત્યાં સફળતા પ્રાપ્ત કરી શકશે. ચાલો જાણીએ કે કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર હોળી પહેલા શનિ-શુક્રની કૃપા થવા જઈ રહી છે.
જાતક અને પૃથ્વી પર અસર
કેટલાક ગ્રહોના રાશિ પરિવર્તનથી રાજયોગ અને શુભ યોગનું નિર્માણ કરે છે. જેની રાશિઓના જાતક અને પૃથ્વી પર અસર પડી શકે છે. આ વર્ષે હોળી 14 માર્ચે ઉજવવામાં આવશે. આ માર્ચ મહિનામાં બે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.
માલવ્ય રાજયોગનું નિર્માણ
શનિ દેવ કુંભ રાશિમાં હોવાથી શશ રાજયોગ રચી રહ્યા છે. શુક્ર દેવ પોતાની ઉચ્ચ રાશિ મીન રાશિમાં ઉદય પામશે જેના કારણે માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રીતે આ બન્ને રાજયોગની અસર તમામ 12 રાશિઓ પર પડશે.
3 રાશિઓ પર સકારાત્મક અસર
શશ રાજયોગ અને માલવ્ય રાજયોગની 3 રાશિઓ પર સકારાત્મક અસર પડશે. આ ત્રણ રાશિના જાતકનું ભાગ્ય ચમકશે. કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિના માર્ગો ખુલશે એટલું જ નહીં, સ્વાસ્થ્ય પર પણ તેની સકારાત્મક અસર પડશે. આવો જાણીએ આ ત્રણ રાશિઓ વિશે.
વૃષભ રાશિ
માલવ્ય અને શશ રાજયોગ વૃષભ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં મોટો ફાયદો કરાવી શકે છે. આ બન્ને યોગ વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. જાતકને કામ અને વ્યવસાયમાં પ્રગતિ થવાની સંભાવના છે. બેરોજગાર જાતકને સારા સમાચાર મળશે.
વૃષભ રાશિના જાતકો
નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. ઘન વૃદ્ધિના યોગથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બિઝનેસમેનને ફાયદો થશે. નવો બિઝનેસ શરૂ કરવા માટે પગલાં લઈ શકો છો. જો કે, નિષ્ણાતની સલાહ લો. નોકરીમાં નવી તકો મળી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિ માટે શશ અને માલવ્ય રાજયોગ ઘણો લાભ લાવી શકે છે. આ સમયે જાતકનું કિસ્મત ખુલી જશે. આવકના નવા માર્ગો ખુલશે. નવો બિઝનેસ શરૂ કરવાની સારી તક મળશે, પરંતુ નિષ્ણાતોની સલાહ લો. વ્યક્તિને નવી નોકરી મેળવવાની નવી તકો મળી શકે છે.
મિથુન રાશિના જાતકો
મિથુન રાશિના જાતકો જે કામ કરી રહ્યા છે તેમને ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓનો પૂરો સહયોગ મળશે. વિદ્યાર્થીઓ માટે બુધનો વક્રી ખૂબ જ શુભ ફળ આપનાર સાબિત થઈ શકે છે. શિક્ષક તરફથી પ્રશંસા મળી શકે છે. નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો શશ અને માલવ્ય રાજયોગનો પૂરો લાભ લઈ શકશે. આ સમયગાળા દરમિયાન જાતકોનો સમય અનુકૂળ રહી શકે છે. જાતકની સંપત્તિમાં વધારો થઈ શકે છે, જે નાણાકીય સ્થિતિમાં અણધાર્યો સુધારો લાવી શકે છે. જાતકના વ્યક્તિત્વમાં સુધારો થઈ શકે છે.
કુંભ રાશિના જાતકો
કુંભ રાશિના જાતકનો આત્મવિશ્વાસ વધી શકે છે. પહેલાથી અટકેલા કામ પૂરા થશે. આ સમય દરમિયાન તમે મકાન કે વાહન ખરીદવાની તમારી ઈચ્છા પર વિચાર કરશો. નિષ્ણાતની સલાહ બાદ તમે મોટી સ્થાવર મિલકત ખરીદી શકો છો. આ માટે સમય શુભ જણાય છે. વ્યક્તિનો માનસિક તણાવ દૂર થશે. તબિયતમાં પણ સુધારો થવાની સંભાવના રહેશે.
(Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos