ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ? BCCIના એક અપડેટથી ફેન્સમાં જોવા મળી નિરાશા

Jasprit Bumrah: જસપ્રીત બુમરાહનું નામ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાંથી હટાવ્યા બાદ ફેન્સમાં નિરાશા જોવા મળી રહી છે કે, તે કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ ન બની શકે. નોંધનીય છે કે, બુમરાહે આ સિરીઝની શરૂઆત પહેલા એક અપડેટ આપ્યું છે, જેમાં વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી અપડેટેડ ટીમમાં બુમરાહનું નામ નથી.

ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાંથી બહાર થયો જસપ્રીત બુમરાહ? BCCIના એક અપડેટથી ફેન્સમાં જોવા મળી નિરાશા

Jasprit Bumrah: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની દૃષ્ટિએ આ ત્રણેય મેચ બન્ને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 19 ફેબ્રુઆરીથી ICC ઈવેન્ટ શરૂ થવા જઈ રહી છે. નાગપુરમાં યોજાનારી પ્રથમ વન-ડે મેચ પહેલા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક અપડેટ આપ્યું હતું. જેમાં મિસ્ટ્રી સ્પિનર ​​વરુણ ચક્રવર્તીને આ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ ફાસ્ટ બોલર બુમરાહનું નામ ટીમમાં ન હોવાથી ફેન્સને લાગી રહી છે કે, તેમનું ચેમ્પિયન ટ્રોફીમાં રમવા નહીં રમી શકે. સ્ક્વોડમાં બુમહાહનું નામ ન હોવું ટીમ ઈન્ડિયા માટે ટેન્શનનો વિષય છે.

ટીમમાં નામ ન હોવાનો શું છે સંકેત?
નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમની પસંદગી સમયે માત્ર એક જ ટીમની પસંદગી કરવામાં આવી હતી, જેમાં જસપ્રિત બુમરાહનું નામ પણ હતું. ફરક માત્ર એટલો હતો કે, હર્ષિત રાણાને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચીફ સિલેક્ટર અજિત અગરકરે જાહેરાત કરી હતી કે, બુમરાહ પ્રથમ બે મેચો માટે ફિટ નહીં હોય અને તે ત્રીજી વનડે માટે ટીમમાં પરત ફરે તેવી અપેક્ષા છે. જો કે, હવે BCCIએ ઈંગ્લેન્ડ સામેની ભારતની અપડેટેડ ODI ટીમમાંથી જસપ્રિત બુમરાહનું નામ હટાવીને તેમનું ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાની શક્યતાઓ વધારી દીધી છે.

Varun Chakaravarthy added to India’s squad for ODI series against England.

— BCCI (@BCCI) February 4, 2025

એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, બુમરાહ 12 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ સામે રમાનાર સિરીઝની છેલ્લી મેચમાં રમી શકે છે. અજીત અગરકરે બુમરાહની ઈજા પર કહ્યું હતું કે, 'બુમરાહ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે વનડે મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં.' પરંતુ તેનું નામ BCCIની અપડેટ કરાયેલી ટીમમાં નથી. આનો મતલબ એ છે કે, તે આ સિરીઝમાં જોવા નહીં મળે.

— Tanuj Singh (@ImTanujSingh) February 4, 2025

સિડની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો બુમરાહ
નોંધનીય છે કે, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી પાંચમી ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી. અગરકરે પોતાના અપડેટમાં કહ્યું હતું કે, બુમરાહને પાંચ અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે, BCCI દ્વારા બુમરાહની વર્તમાન સ્થિતિ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

19 ફેબ્રુઆરીથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી
તમામ ટીમોને ચેમ્પિયન્સ ટ્રોફી માટે 12 ફેબ્રુઆરી સુધી ટીમમાં ફેરફાર કરવાની છૂટ છે. એટલા માટે બુમરાહ અંગે નિર્ણય લેવા માટે ભારત પાસે આઠ દિવસનો સમય છે. જો કે, ટીમો હજુ પણ સમયમર્યાદા પછી ઇજાગ્રસ્ત ખેલાડીઓને બદલી શકે છે, પરંતુ તેમને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટેકનિકલ સમિતિની પરવાનગીની જરૂર પડશે. ભારત ઈંગ્લેન્ડ સામે 6, 9 અને 12 ફેબ્રુઆરીએ અનુક્રમે નાગપુર, કટક અને અમદાવાદમાં ત્રણ વનડે મેચ રમશે. આ પછી રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા 23 ફેબ્રુઆરી અને 2 માર્ચે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડનો સામે મેચ રમશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news