એક યુવાન અને સગીરે યુટ્યુબ ચેનલ પરથી શીખ્યો ડુપ્લિકેટ દારૂ બનાવવાનો ઉપાય, અને પછી...
આ ઘટનામાં સંડોવાયેલા યુવાનનું નામ હિમાંશું પટેલ છે, જેણે પોતાના સગીર સાથી સાથે મળીને નવસારીના વિજલપોર વિસ્તારની લેકવ્યુ રેસીડેન્સીના પોતાના ઘરમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. હિમાંશુ અને તેના સગીર મિત્રએ સોશ્યલ મીડિયા સાઇટ યુટ્યુબ ઉપર ડુપ્લિકેટ દારૂ કેવી રીતે બનાવવો એના વીડિયો જોઈને દારૂ બનાવતા શીખ્યા હતાં.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: નવસારીના વિજલપોરમાં રહેતા એક યુવાન અને સગીરે યુટ્યુબ ચેનલ ઉપરથી ડુપ્લિકેટ દારૂ કેવી રીતે બનાવવાનું શીખી, ડુપ્લિકેટ દારૂ બનાવી તેનું વેચાણ શરૂ કર્યુ હતુ. જેના ઉપર વર્ષ 2023માં નવસારી SOG પોલીસે બાતમીને આધારે દરોડા પાડી સમગ્ર રેકેટ ઝડપી પાડ્યુ હતું. પરંતુ FSLનો રિપોર્ટ એક વર્ષ બાદ આવતા પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી, સગીરને અટકાયતમાં લઈ તપાસને વેગ આપ્યો છે.
આ ઘટનામાં સંડોવાયેલા યુવાનનું નામ હિમાંશું પટેલ છે, જેણે પોતાના સગીર સાથી સાથે મળીને નવસારીના વિજલપોર વિસ્તારની લેકવ્યુ રેસીડેન્સીના પોતાના ઘરમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું. હિમાંશુ અને તેના સગીર મિત્રએ સોશ્યલ મીડિયા સાઇટ યુટ્યુબ ઉપર ડુપ્લિકેટ દારૂ કેવી રીતે બનાવવો એના વીડિયો જોઈને દારૂ બનાવતા શીખ્યા હતાં. બંનેએ દારૂ બનાવવા માટે જરૂરી આઈસો પ્રોફાઈલ આલ્કોહોલ સ્પીરીટ અને આલ્કોહોલ વિસ્કી ફ્લેવર ઓનલાઇન મંગાવ્યુ હતું.
સાથે જ તેની સાથે કલર તેમજ અન્ય વસ્તુઓના મિશ્રણ સાથે ડુપ્લિકેટ દારૂ બનાવી, તેને જોન ડીલક્ષ વ્હિસ્કી કંપનીની પેકિંગ સાથે બોટલમાં ભરીને વેચવા લાગ્યા હતા. જેની જાણ ગત ડિસેમ્બર 2023 માં નવસારી પોલીસને થતા જ SOG ની ટીમે હિમાંશુના ઘરે છાપો માર્યો હતો અને ઘટના સ્થળેથી આલ્કોહોલ સ્પિરિટ, વ્હિસ્કી ફ્લેવર, કલર, જોન ડીલક્ષ વ્હિસ્કીના સ્ટીકર અને બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાંથી આઈસો પ્રોફાઈલ આલ્કોહોલ સ્પીરીટ અને આલ્કોહોલ વિસ્કી ફ્લેવરના નમૂના FSLમાં તપાસ અર્થે મોકલ્યા હતા.
જેનો રિપોર્ટ એક વર્ષ બાદ આવતા પોલીસે વિજલપોર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ અને તેના સગીર મિત્ર વિરુદ્ધ ડુપ્લિકેટ દારૂ બનાવવાનો ગુનો નોંધી હિમાંશુની ધરપકડ કરી, સગીરની અટકાયત કરી હતી. સાથે જ સમગ્ર મુદ્દે આગળની તપાસ વિજલપોર પોલીસને સોંપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે