Budh Ast 2025: 21 દિવસ સુધી બુધ અસ્ત રહેશે, અસ્ત થઈને પણ 3 રાશિઓને કરાવશે અપાર લાભ, પુરી થશે બધી જ ઈચ્છાઓ

Budh Ast 2025: વર્ષ 2025 માં બુધ દેવ ફરીવાર અસ્ત થવા જઈ રહ્યા છે. આ વખતે બુધ 21 દિવસ અસ્ત રહેશે. આમ તો ગ્રહ અસ્ત થાય ત્યારે તેનો પ્રભાવ પણ ઘટી જાય છે. પરંતુ અસ્ત અવસ્થામાં હોવા છતા બુધ 3 રાશિઓ માટે લાભદાયક સાબિત થશે. 

Budh Ast 2025: 21 દિવસ સુધી બુધ અસ્ત રહેશે, અસ્ત થઈને પણ 3 રાશિઓને કરાવશે અપાર લાભ, પુરી થશે બધી જ ઈચ્છાઓ

Budh Ast 2025: જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત છે. બુધ ગ્રહને ગ્રહોના રાજકુમાર પણ કહેવાય છે. વ્યક્તિના જીવનમાં બુધ ગ્રહ વાણી, બુદ્ધિ અને વેપારને નિયંત્રણ કરે છે. બુધ ગ્રહ નિશ્ચિત સમય અવધિમાં રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કરે છે. આ સિવાય રાશિમાં ગોચર દરમિયાન બુધ અસ્ત અને વક્રી પણ થાય છે.  

પંચાંગ અનુસાર વર્ષ 2025માં બુધ ત્રણ વખત અસ્ત થશે. જેમાં બુધ ગ્રહ માર્ચથી એપ્રિલ મહિના દરમિયાન 21 દિવસ સુધી અસ્ત રહેશે. સામાન્ય રીતે ગ્રહ જ્યારે અસ્ત થાય છે ત્યારે તેનો પ્રભાવ ઘટી જાય છે અને તેની નકારાત્મક અસર થઈ શકે છે. પરંતુ માર્ચ મહિનામાં બુધ અસ્ત થઈને પણ ત્રણ રાશિઓને લાભ કરાવશે. 21 દિવસનો સમય ત્રણ રાશિઓ માટે વરદાન પણ સાબિત થઈ શકે છે. 

બુધ ગ્રહ 18 માર્ચ 2025 અને મંગળવારે સાંજે 7:20 મિનિટે અસ્ત થશે. ત્યાર પછી 8 એપ્રિલ 2025 અને મંગળવારે સવારે 5.04 મિનિટે ઉદય થશે. આમ કુલ 21 દિવસ સુધી બુધ અસ્ત રહેશે. 

બુધ અસ્ત થવાથી આ 3 રાશિને મળશે ભાગ્યનો સાથ

મિથુન રાશિ 

મિથુન રાશિના લોકો માટે બુધની અસ્ત અવસ્થા લાભકારી રહેશે. 21 દિવસ દરમિયાન વેપારમાં સફળતા મળશે અને નોકરીમાં પણ પ્રગતિ થશે. જે ડીલ લાંબા સમયથી અટકેલી હોય તે પૂરી પણ થઈ શકે છે. કારકિર્દીમાં ઉછાળો આવશે અને આવક સ્થિર થશે. વિદ્યાર્થીઓ નવી વસ્તુ શીખી શકશે. આ સમય દરમિયાન કૌશલનો વિકાસ થશે. પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ વધશે 

કર્ક રાશિ 

કર્ક રાશિ માટે પણ બુધની અસ્ત અવસ્થા શુભ રહેશે. જીવનમાં સકારાત્મક ઊર્જા વધશે અને ખુશીઓનું આગમન થશે વેપારમાં નફો વધે તેવી સંભાવના. રીયલ એસ્ટેટ શિક્ષણ મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કારકિર્દીમાં ઉછાળો આવશે. પરિણીત કપલ વચ્ચે સમસ્યા ચાલી રહી હશે તો તે પણ દૂર થશે.

મીન રાશિ 

બિઝનેસમેનના અટકેલા પ્રોજેક્ટ પૂરા થશે. નફામાં સારો એવો વધારો થશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં સન્માન મળશે. કપડાનો વેપાર કરતાં લોકોનો વેપાર વધશે. ઘરના લોકો વચ્ચે ચાલતો મતભેદ દૂર થશે. કમર દર્દથી છુટકારો મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય શુભ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news