Peanut: આ 5 લોકોએ ન ખાવી મગફળી, ખાવાથી વજન, યુરિક એસિડ અને સ્કિનની તકલીફ થશે આઉટ ઓફ કંટ્રોલ

Peanut Side Effects: આમ તો મગફળી ખાવી લાભકારી છે. પરંતુ કેટલાક લોકો માટે મગફળી ઝેર સમાન સાબિત થાય છે. એટલે કે આ લોકોની તકલીફો મગફળી વધારી શકે છે.

Peanut: આ 5 લોકોએ ન ખાવી મગફળી, ખાવાથી વજન, યુરિક એસિડ અને સ્કિનની તકલીફ થશે આઉટ ઓફ કંટ્રોલ

Peanut Side Effects: મગફળી એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં હોય છે. તેનો ઉપયોગ નાસ્તાની વસ્તુથી લઈને ગ્રેવીમાં, મીઠાઈમાં અને ચટણી બનાવવામાં કરવામાં આવે છે. ઘણા લોકોને સોલ્ટેડ મગફળી ખાવી પસંદ હોય છે. મગફળીનો સ્વાદ એવો હોય છે કે તે નાના મોટા સૌ કોઈને ભાવે છે. મગફળી પોષક તત્વથી ભરપૂર હોય છે તેથી તે ઓવરઓલ હેલ્થને પણ ફાયદો કરે છે. જોકે માથાથી પગ સુધીના અંગોને ફાયદો કરતી મગફળી કેટલાક લોકો માટે હાનિકારક પણ છે. મગફળી કેટલાક લોકોએ ખાવાની ભૂલ ક્યારેય કરવી નહીં. મગફળી ખાવાથી તબિયત વધારે બગડી જાય છે. 

આ 5 સમસ્યામાં ન ખાવી મગફળી 

પાચનની તકલીફવાળા લોકો 

જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય જેમ કે વારંવાર એસીડીટી થતી હોય, પેટમાં દુખતું હોય, ગેસ થતો હોય તેમણે મગફળી ખાવાથી બચવું. આવી સમસ્યા નબળા પાચનને લીધે થાય છે. જો તમે મગફળી ખાવ છો તો તે ભારે પડી શકે છે. નબળું પાચન હોય તે મગફળી ખાય તો આ બધી તકલીફો વધી શકે છે. 

યુરિક એસિડવાળા લોકો 

જે લોકોનું યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે મગફળીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણકે મગફળીમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે. જે શરીરમાં યુરિક એસિડ લેવલ વધારી શકે છે. મગફળી ખાવાથી સાંધામાં દુખાવો અને સોજો પણ આવી શકે છે. જે લોકોને યુરિક એસિડ વધારે રહેતું હોય તેમણે ડોક્ટરની સલાહ પછી જ મગફળી ખાવી. 

વજન વધારે હોય એવા લોકો

જે લોકો સ્થૂળતાથી પરેશાન હોય તેમણે મર્યાદિત માત્રામાં જ મગફળી ખાવી. કારણ કે મગફળી ફેટ અને કેલેરી બંને વધારી શકે છે. મગફળીમાં બંને વસ્તુ વધારે હોય છે અને તે ઝડપથી વજન વધારે છે. 

હાઈ બ્લડ પ્રેશરવાળા લોકો 

જે લોકોનું બ્લડ પ્રેશર હાય રહેતું હોય તેમના મગફળીનું સેવન કરવું નહીં. કારણકે તેમાં સોડિયમની માત્રા વધારે હોય છે. મગફળી બ્લડ પ્રેશર વધવાનું કારણ બની શકે છે. જો ખાવી પણ હોય તો બિલકુલ ઓછી માત્રામાં ખાવી. 

એલર્જી હોય એવા લોકો 

ઘણા લોકો મગફળી ખાય પછી તેમને ત્વચા સંબંધિત સમસ્યા થવા લાગે છે. મગફળી ખાધા પછી ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ કે શરીરમાં સોજા જેવો અનુભવ થાય તો સમજી લેજો કે તમને મગફળીથી એલર્જી છે. આવી તકલીફ હોય ત્યારે પણ મગફળી ખાવી નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news