ગુજરાતમાં નવી ચર્ચા શરૂ : મરઘી પક્ષી છે કે પ્રાણી? મામલો હાઈકોર્ટમાં પહોંચતા સરકાર પાસેથી જવાબ માંગ્યો
Chicken Is Animal Or Bird : પહેલા મરઘી આવી કે ઈંડું, આ કન્ફ્યૂઝન હજી દૂર નથી થતું ત્યાં ગુજરાતમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે કે મરઘી પ્રાણી છે કે પક્ષી... આ અંગે મુદ્દો હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી છે... શું છે આખો મામલો જુઓ
Trending Photos
Gujarat Highcourt : ગુજરાતમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે કે મરઘી પ્રાણી છે કે પક્ષી. આ મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટમાં પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે શું પ્રાણીઓને બદલે મરઘીઓને પક્ષીઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવે. આ અરજીમાં એવી માંગણી કરવામાં આવી હતી કે મરઘીઓને માત્ર કતલખાનામાં જ મારવા જોઈએ કે પોલ્ટ્રી ફાર્મમાં?
મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો
આ કેસ એનિમલ વેલફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ દ્વારા 2023માં દાખલ કરવામાં આવ્યો હતો. અરજદારોએ માંગણી કરી હતી કે માંસની દુકાનોમાં મરઘીઓને મારવા જોઈએ નહીં, પરંતુ માત્ર કતલખાનામાં જ મારવા જોઈએ. તેમણે કહ્યું કે વર્તમાન પ્રક્રિયા કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. આ પછી સ્થાનિક અધિકારીઓએ રાજ્યભરમાં માંસની દુકાનોનું નિરીક્ષણ કર્યું.
જસ્ટિસ એનવી અંજારિયા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. સરકારી વકીલ મનીષા લવકુમારે સ્પષ્ટતા કરી હતી કે કાનૂની દૃષ્ટિકોણથી મરઘીઓને પ્રાણી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે, ચિકન પ્રાણી તરીકે ગણવામાં આવશે, જ્યારે માછલી આ શ્રેણીમાં સામેલ નથી.
કોર્ટે સરકાર પાસેથી અભિપ્રાય માંગ્યો હતો
આ મામલામાં કોર્ટે અગાઉ સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી હતી કે મરઘીને પ્રાણી માનવું જોઈએ કે પક્ષી? સરકારે જવાબ આપ્યો કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચિકનને પ્રાણી ગણવામાં આવે છે, પક્ષી નહીં. તેથી, તેને પ્રાણી ગણવામાં આવશે અને તેના વર્ગીકરણમાં કોઈ કાયદાકીય ઉલ્લંઘન થશે નહીં.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, મરઘીને પ્રાણી અને પક્ષી બંને તરીકે વર્ગીકૃત કરી શકાય છે. મરઘીને એનિમલ સેક્ટરમાં એનિમાલિયા કેટેગરીમાં આવે છે. આમ, તેને પ્રાણી તરીકે ગણી શકાય. બીજી બાજુ, મરઘી પક્ષીઓ (એવ્સ) ની શ્રેણીમાં આવે છે, જેમાં પાંખો ધરાવતા અને ઇંડા મૂકતા તમામ જીવોનો સમાવેશ થાય છે. આમ, મરઘી પણ પક્ષીઓની શ્રેણીમાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે