પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાતા હાર્દિક પટેલે શું કહ્યું, સૌથી પહેલા કોનો આભાર માન્યો જાણો
Hardik Patel On Patidar Anamat Andolan : પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર નેતાઓ પર થયેલા કેસ પરત ખેંચાયાનો દાવો.. દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને મુખ્યમંત્રીનો માન્યો આભાર.. કહ્યું, રાજદ્રોહના કેસ પરત ખેંચાયા..
Trending Photos
Patidar Anamat Andolan : પાટીદાર આંદોલન વખતે ગુજરાત ભડકે બળ્યું હતું. આખા ગુજરાતમાં આંદોલન ચાલ્યું હતું, તો કેટલાક પાટીદાર નેતાઓ પર રાજદ્રોહના કેસ થયા હતા. જેને કારણે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું હતું. ત્યારે હવે આ આંદોલન મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે. તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએએ દાવો કર્યો છે. દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને સરકારનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહ સહિતના ગંભીર કેસ દાખલ કરાયા હતા.
પાટીદાર અનામત આંદોલન કેસમાં મોટી રાહત : આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા... પાટીદાર નેતાઓએ માન્યો આભાર #HardikPatel #DineshBambhaniya #Alpeshkathiriya #Gujarat #PatidarAnamatAndolan #patidarsamaj #PatidarAndolan #ZEE24KALAK pic.twitter.com/RFxdWStDXM
— Zee 24 Kalak (@Zee24Kalak) February 7, 2025
હાર્દિક પટેલની પ્રતિક્રીયા
ધારાસભ્ય હાર્દિક પટેલે આ અંગે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાનો સામેના ગંભીર રાજદ્રોહના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના કરવામાં આવી, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના અમલમાં આવી અને દેશના લોકોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મારા હૃદયના તળિયેથી આભાર વ્યક્ત કરું છું.
સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થશે
પાટીદાર નેતા અલ્પેશ કથીરીયાએ આ વિશે ઝી 24 કલાકે જણાવ્યું કે, બે મહિનાથી સરકાર સાથે વાત ચાલી રહી હતી. અમદાવાદના સૌથી વધુ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. સાંજ સુધી કાયદા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે.
10 વર્ષ પહેલા થયેલા પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાયા, મોટા નેતાઓને બતાવાયા હતા આરોપી... #patidaranamataandolan #patidarsamaj #patidaraandolan #patidaranamat #Gujarat #ZEE24KALAK #patidar #PAAS pic.twitter.com/XUq56p4gCJ
— Zee 24 Kalak (@Zee24Kalak) February 7, 2025
તમામ આંદોલનને કેસ પરત ખેંચે સરકાર - અલ્પેશ ઠાકોર
પાટીદાર આંદોલનના જ નહીં પણ તમામ આંદોલનોના કેસ પરત ખેંચાવવા જોઈએ તેવી અપીલ સરકારને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દ્વારા કરાઈ છે. અલ્પેશ ઠાકોર દ્વારા આંદોલનના કેસો પાછા ખેંચવાના સંદર્ભમાં સરકારનો આભાર માનવામાં આવ્યો. જોકે ઓબીસી આંદોલન આદિવાસી આંદોલન સહિતના આંદોલન વખતેના પણ કહેશો પાછા ખેંચવા જોઈએ તેવી માંગણી કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે