પાટીદાર અનામત આંદોલનની મોટી ખબર, પરત ખેંચાયા તમામ કેસ
Patidar Anamat Andolan : પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે મોટા સમાચાર... પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા... તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએએ દાવો કર્યો
Trending Photos
Breaking News : પાટીદાર અનામત આંદોલનની મોટી ખબર સામે આવી છે. પાટીદાર આંદોલન વખતના કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે તેવી જાહેરાત પાટીદાર આંદોલનના નેતા દિનેશ બામણીયાએ કરી છે. આ પાટીદાર નેતાએ ટ્વિટ કરીને સરકારનો આભાર માન્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ટ્વિટ કરીને સરકારનો આભાર માન્યો છે.
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો રાજદ્રોહ સહિત ના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા ..જેમાં હાર્દિક ..દિનેશ ..ચિરાગ ..અલ્પેશ સહિત આરોપી બતવામાં આવ્યા હતા ..પરત નિર્ણય લેવા ખૂબ ખૂબ આભાર ....સત્યમેવ જયતે જય સરદાર pic.twitter.com/h3SEDOfeVz
— Dinesh Bambhania (@dineshbambhania) February 7, 2025
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પાટીદાર આંદોલન વખતના તમામ કેસો પાછા ખેંચવામાં આવ્યા હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે. આ અંગેની માહિતી આપતી ટ્વિટ દિનેશ બાંભણિયાએ કરી છે. જોકે, ગુજરાત સરકાર દ્વારા આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
गुजरात में हुए पाटीदार आंदोलन के दौरान मेरे समेत समाज के अनेक युवाओं पर लगे गंभीर राजद्रोह समेत के मुक़दमे आज भूपेंद्र भाई पटेल की सरकार ने वापिस लिए है। मैं समाज की ओर से गुजरात की भाजपा सरकार का विशेष आभार व्यक्त करता हूँ।
पाटीदार आंदोलन से गुजरात में बिन आरक्षित वर्गों के…
— Hardik Patel (@HardikPatel_) February 7, 2025
હાર્દિક પટેલની પ્રતિક્રીયા
ધારાસભ્ય હાર્દિક પટેલે આ અંગે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાનો સામેના ગંભીર રાજદ્રોહના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના કરવામાં આવી, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના અમલમાં આવી અને દેશના લોકોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મારા હૃદયના તળિયેથી આભાર વ્યક્ત કરું છું.
પાટીદાર નેતા અલ્પેશ કથીરીયાએ આ વિશે ઝી 24 કલાકે જણાવ્યું કે, બે મહિનાથી સરકાર સાથે વાત ચાલી રહી હતી. અમદાવાદના સૌથી વધુ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. સાંજ સુધી કાયદા મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે.
પાટીદાર આંદોલન વખતેના રાજદ્રોહ સહિતના કેસોને પાછા ખેંચવાનો સરકારનો નિર્ણય પર દિનેશ બામણીયાએ ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, હાર્દિક પટેલ, દિનેશ બામણીયા, અલ્પેશ કથીરિયા સહિતના લોકો સામેના કેસો પાછા ખેંચાતા સરકારનો અમે આભાર માનીએ છીએ. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ગઈકાલે જાણ કરવામાં આવી છે.કેશો પાછા ખેંચવા સંદર્ભે મુખ્યમંત્રી કક્ષાએ ફાઇલમાં સહી કરી દેવામાં આવી છે. સરકારે આ એક સમાધાન વખતે આપેલું વચન પુરૂ કર્યું. જોકે હજુ પણ ઘણા નાના કેસો છે તે પણ પાછા સરકાર ખેંચે તેવી તેમની માંગણી ચાલુ રહેશે. આ ઘટના માટે જવાબદારો સામે પગલાં લેવાની પણ અમારી ચાલુ રહેશે.
મોડે મોડે પણ સરકાર જાગી
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ રાજદ્રોહ કેસ પરત ખેંચવાના દાવાનો મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે માહિતી આપી કે, મોડે મોડે પણ સરકાર જાગી તે સારું કહેવાય. પાટીદાર અનામત આંદોલનને કોઈનું વ્યક્તિગત નહીં પણ સમાજ માટેનું આંદોલન હતું. આંદોલન દરમિયાન યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા. હું મુખ્યમંત્રીને મળતો ત્યારે આ કેસો પરત ખેંચવા મામલે રજૂઆત પણ કરતો. સરકારે આ ખૂબ જ સારો નિર્ણય લીધો છે. રાજદ્રોહ સાથે સાથે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ તમામ કેસો પરત ખેંચવામાં આવે તેવી મારી મુખ્યમંત્રીને અપીલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે