Sonu Sood: OMG...અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ કોર્ટે અરેસ્ટ વોરંટ કર્યો ઈસ્યુ, જાણો શું છે મામલો
Sonu Sood: બોલીવુડના જાણીતા એક્ટર સોનુ સૂદ વિરુદ્ધ પંજાબની કોર્ટે બિનજામીનપાત્ર અરેસ્ટ વોરંટ ઈસ્યુ કર્યો છે. આ વાતને લઈને ખળભળાટ મચી ગયો છે. સોનુ સૂદ વિરુદ્ધનો મામલો શું છે ચાલો તમને જણાવીએ વિસ્તારપૂર્વક.
Trending Photos
Sonu Sood: અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ પંજાબની એક કોર્ટે અરેસ્ટ વોરંટ ઈસ્યુ કર્યું છે. આ મામલો 10 લાખ રૂપિયાની છેતરપિંડી સંબંધિત છે. કોર્ટે સોનુ સૂદને આ મામલે જુબાની આપવા માટે નોટિસ ફટકારી હતી. પરંતુ કોર્ટમાં અભિનેતા સોનુ સુદ હાજર ન થતા કોર્ટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે. આ મામલે આગામી સુનાવણી 10 ફેબ્રુઆરીએ થશે.
પંજાબના લુધિયાણાની મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે બોલીવુડ એક્ટર સોનુ સૂદ વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કર્યું છે. કોર્ટમાં વકીલ દ્વારા દસ લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો નોંધાવવામાં આવ્યો હતો જેમાં સોનુ સુદનું પણ નામ આવ્યું હતું. કોર્ટમાં વકીલ રાજેશ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે તેમને નકલી રિજિકા સિક્કામાં ઇન્વેસ્ટ કરવા માટે લાલચ આપવામાં આવી હતી. સાથે જ તેણે પોતાની ફરિયાદમાં અન્ય ગંભીર આરોપ પણ લગાવ્યા છે.
આ મામલે સોનુ સૂદને પણ જુબાની આપવા માટે કોર્ટમાં હાજર થવાનો આદેશ કરાયો હતો. પરંતુ વારંવાર નોટિસ ફટકાર્યા પછી પણ સોનુ સુદ કોર્ટમાં હાજર ન થતા તેમના વિરુદ્ધ બિનજામિન પાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે.
આ વોરંટ મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત ઓશિવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે અભિનેતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે. મહત્વનું છે કે સોનુ સૂદ પોતાના અભિનયની સાથે સેવા કાર્યો માટે પણ જાણીતો છે. ખાસ કરીને સોનુ સૂદે કોવિડ દરમ્યાન અનેક લોકોની મદદ કરી હતી અને આજે પણ તેઓ લોકોની મદદ કરે છે. લોકોની મદદ કરવા માટે સોનુ સૂદએ સુદ ચેરીટી ફાઉન્ડેશન શરુ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે