Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
મિસ વર્લ્ડ ટૂરિઝમ અને ઓટીટી અભિનેત્રી ઈશિકા તનેજાએ ફિલ્મ જગતને અલવિદા કહી સનાતન ધર્મ અપનાવ્યો છે. જબલપુરમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પાસેથી ગુરુ દીક્ષા લીધા બાદ હવે તે મહાકુંભમાં ભગવા પોશાકમાં જોવા મળે છે. ઈશિકાએ કહ્યું કે આ તેનું 'ઘર વાપસી' છે.
Trending Photos
પ્રયાગરાજઃ મહાકુંભના મેળા દરમિયાન અનેક ચહેરાઓની ખૂબ ચર્ચા થઈ રહી છે... તેની વચ્ચે વધુ એક નામ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે... આ નામ છે ઈશિકા તનેજા... જે મિસ વર્લ્ડ ટુરિઝમ અને મિસ ઈન્ડિયાનું ટાઈટલ જીતી ચૂકી છે... ત્યારે અચાનક ઈશિકાએ કેમ ગ્લેમર વર્લ્ડ છોડીને સનાતનનો માર્ગ અપનાવ્યો?... શું ઈશિકા તનેજા મહાકુંભમાં TRP વધારવા આવી છે?... જોઈશું આ રિપોર્ટમાં...
ગળામાં રુદ્રાક્ષ અને ફૂલોની માળા... માથા પર લાલ બિંદી... અને સાધ્વીનો પોશાક ધારણ કરેલ આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.
આ વાયરલ યુવતીનું નામ છે ઈશિકા તનેજા... તેના વિશે વધારે માહિતી આપીશું... પરંતુ તે પહેલાં તેના બે રૂપને જોઈ લો... પ્રયાગરાજના મહાકુંભમાં પહોંચેલી ઈશિકા તનેજાની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે... તેનું કારણ છે ગ્લેમર વર્લ્ડ છોડીને સાધ્વીનું રૂપ ધારણ કરવું... જે એકસમયે મોડલિંગ અને ફિલ્મોની દુનિયામાં છવાઈ જવાની ઈચ્છા રાખતી હતી... તે હવે સનાતનના માર્ગે ચાલી નીકળી છે...
ઈશિકા કહે છે ફિલ્મોમાં તેને નેમ અને ફેમ તો મળી... પરંતુ પરંતુ જે પ્રકારના સન્માનની ઈચ્છા હતી તે ના મળ્યું... તે કહે છે કે નાના કપડાં પહેરવાથી નહીં પરંતુ સનાતન અપનાવવાથી સન્માન મળે છે... જોકે તે બીજી વાતે છે કે જ્યારે તે મોડલિંગ કરતી હતી ત્યારે તે ટૂંકા વસ્ત્રોમાં જોવા મળતી હતી.
હવે ઈશિકા તનેજા કોણ છે તે પણ જાણી લો...
ઈશિકા તનેજા દિલ્લીની રહેવાસી છે...
તેણે લંડનથી અભ્યાસ કર્યો છે...
તેણે 2017માં મિસ વર્લ્ડ ટુરિઝમ ઈન્ડિયાનું ટાઈટલ જીત્યું હતું...
2018માં મલેશિયામાં તેણે બિઝનેસ વુમન ઓફ ધ વર્લ્ડનો તાજ જીત્યો હતો...
તેને 100 વુમન અચીવર્સ ઓફ ઈન્ડિયાનું સન્માન પણ મળ્યું હતું...
2016માં તેને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સન્માનિત કરી હતી...
પરંતુ હવે ઈશિકા આ ઈન્ડસ્ટ્રીને છોડીને અધ્યાત્મના રસ્તે આગળ વધી ગઈ છે... ઇશિકા મહાકુંભમાં સનાતનનો પ્રચાર અને પ્રસાર કરતી જોવા મળી રહી છે... તે યુવાઓને અધ્યાત્મનો માર્ગ અપનાવવા માટેની અપીલ કરી રહી છે...
ઈશિકાએ ગયા મહિને જબલપુરમાં દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી પાસે ગુરુદીક્ષા લીધી હતી...
મહાકુંભમાં પહોંચેલી ઈશિકા 21મી સદીની યુવતીઓને મોબાઈલ અને રીલ્સની દુનિયામાંથી બહાર નીકળીને દુર્ગા અને કાલી બનવાની હાંકલ કરી રહી છે...
હાલ તો ઈશિકા સનાતનનો પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરી રહી છે... પરંતુ મહાકુંભના સમાપન સાથે જ તે ઈદના ચાંદની જેમ અદ્રશ્ય તો નહીં થાય ને.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે