બે વર્ષનો કેદાર જિંદગીની જંગ હારી ગયો! સુરતના શાસકો માટે શરમજનક ઘટના, ગટરમાં પડેલા બાળકનો 24 કલાક બાદ મૃતદેહ મળ્યો

Surat News : સુરતમાં ગટરમાં પડેલું બાળક 24 કલાકે મળી આવ્યું છે.. વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી NDRF ની ટીમે બાળકને બહાર કાઢ્યું, મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયો

બે વર્ષનો કેદાર જિંદગીની જંગ હારી ગયો! સુરતના શાસકો માટે શરમજનક ઘટના, ગટરમાં પડેલા બાળકનો 24 કલાક બાદ મૃતદેહ મળ્યો

Surat News : સુરતના વારિયાવ નજીક 2 વર્ષનો બાળક ગટરમાં પડવાના કિસ્સામાં આખરે બાળકનો 24 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે. બીજા દિવસે પણ બાળકની ભાળ ન મળતા આખરે NDRF ની ટીમ દ્વારા બાળકની શોધખોળ શરુ કરાઈ હતી. વડોદરા થી NDRF ની ટીમ સુરત પહોંચી હતી અને NDRF ની એક ટીમ સુરત ઓપરેશન હાથ ધર્યું હતુ. આખરે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. 

સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5.30ની આસપાસ બે વર્ષનો કેદાર નામનો બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. આઈસ્ક્રીમ લેવા ગયેલો બાળખ ગટરમાં પડ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જોકે, એએમસી દ્વારા પણ કંઈ ન થતા આખરે NDRF ની મદદ લેવાઈ હતી. 

SMC ની ઘોર બેદરકારી
ગટર ઢાંકણા વગરની ખુલ્લી હોવાના કારણે બાળક અંદર ગરકાવ થયો હતો. બાળક ગટરમાં પડ્યા બાદ એસએમસીએ ગટર પર ઢાંકણું લગાવ્યું હતું. તંત્રના પાપે શહેરીજનોની જિંદગી દાવ પર લાગી છે. ફાયર બ્રિગેડની ટીમે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યુંહ તું. રાતભર શોધખોળ બાદ પણ કેદાન મળ્યો ન હતો. 

શહેરના મેયર ક્યાં છે?
તો બીજી તરફ, આટલી ગંભીર ઘટના બાદ પણ સુરતના મેયર ગાયબ રહ્યા હતા. 24 કલાક બાદ પણ મેયર ઘટના સ્થળે ભટક્યા ન હતા. કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના બની હતી. તંત્રની બેદરકારીએ બનેલી ઘટના બાદ પણ અધિકારીઓ ફરક્યા સુદ્ધા નહીં. એક પણ અધિકારી ન આવતા લોકોએ હંગામો મચાવ્યો હતો. આવામાં સુરતના મેયરને કોઈ શરમ છે કે નહીં. મેયર હજુ સુધી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. આ દરમિયાન મેયર ક્રિકેટ મેચ માટે નેટ પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. સુરત મનપાની ભુલના કારણે બાળક ગટરમાં પડ્યો છે, પરંતું સુરત શહેરને મેયરે રામ ભરોસે છોડી દીધું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news