ભરશિયાળે લોકોમાં કૂતુહલ! જૂનાગઢના બજારમાં કેસર કેરીનું આગમન, જાણો એક કિલોનો શું છે ભાવ?

કેસર કેરીના સ્વાદ પ્રેમીઓ ઉનાળાની ઋતુની રાહ જોતા હોય છે પરંતુ હવે ઉનાળાની રાહ જોવાની જરૂર નથી કારણ કે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે કેસર કેરી (ખાખડી) નું બજારમાં આગમન થયું છે ખાખડી કેરી બજારમાં આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે.

ભરશિયાળે લોકોમાં કૂતુહલ! જૂનાગઢના બજારમાં કેસર કેરીનું આગમન, જાણો એક કિલોનો શું છે ભાવ?

અશોક બારોટ/જૂનાગઢ: ગીરની પ્રખ્યાત કેસર કેરીનું શિયાળાની ઋતુમાં બજારમાં આગમન થતાં કુતુહલ સર્જાયું છે. ઉનાળાની ઋતુમાં આમ તો કેરીનું આગમન થતું હોય છે, પરંતુ વાતાવરણના બદલાવના લીધે કેસર કેરી શિયાળાની ઋતુમાં બજારમાં જોવા મળતા કેરીના સ્વાદિષ્ટ તો શિયાળામાં કેરીનો સ્વાદ માણી રહ્યા છે.

કેસર કેરીના સ્વાદ પ્રેમીઓ ઉનાળાની ઋતુની રાહ જોતા હોય છે પરંતુ હવે ઉનાળાની રાહ જોવાની જરૂર નથી કારણ કે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે કેસર કેરી (ખાખડી) નું બજારમાં આગમન થયું છે ખાખડી કેરી બજારમાં આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ગીર સોમનાથના ઉના પંથકમાં કેરીનું આગમન થયું છે ત્યાંથી વેપારીઓ કેરી ખરીદી કરી જૂનાગઢની બજારમાં વેચાણ કરી રહ્યા છે.

પ્રતિ 100 ગ્રામના 120 થી 150 ભાવ છે અને એક કિલોના 1200થી 1500 રૂપિયા ખાખડીનો ભાવ બજારમાં બોલાઈ રહ્યો છે, પરંતુ કેરી રસીકો કેરી મોંઘી હોવા છતાં પણ કેરીની ખરીદી કરવામાં ઢીલાશ નથી છોડતા. લોકો તો શિયાળાની ઋતુમાં કેસર કેરી જોઈ જતા ઉત્સુક થયા છે. 

ઉનાળામાં તો કેરી આવતી જ હોય છે પરંતુ તે સ્વાદ કંઈક અલગ હોય છે ત્યારે શિયાળામાં કેરીનો સ્વાદ મોંઘો પણ મીઠો માણી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ખાખડી વેચનાર વેપારીએ 20 કિલો થી વધુ કેરીનું વેચાણ કર્યું છે અને હજુ પણ લોકો આ ખાખડી કેરી લેવા ઉત્સુક છે. ખાખડી કેરીએ સલાડ બનાવવામાં ઉપયોગી આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news