Shani Double Gochar: માર્ચ મહિનામાં શનિ 2 વાર બદલશે ચાલ, 4 રાશિવાળાઓની તો લોટરી લાગી જશે, વિદેશ જવાની તક મળી શકે
Shani Double Gochar: શનિ ગ્રહ દર અઢી વર્ષ રાશિ પરિવર્તન કરે છે. 29 માર્ચ 2025 ના રોજ શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં ગોચર કરે છે. શનિ રાશિ બદલશે ત્યારે કેટલીક રાશિઓની સાડાસાતી અને ઢૈયા શરૂ થશે તો કેટલીક રાશિના જીવનમાંથી સંકટ દૂર થઈ જશે.
શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે
માર્ચ મહિનો શનિના ગોચરની દ્રષ્ટિએ વિશેષ રહેવાનો છે. માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે અને સાથે જ આ મહિના દરમિયાન શનિ અસ્ત રહેશે. શનિની સ્થિતિમાં આ બે ફેરફાર કેટલીક રાશિઓ માટે સમસ્યા વધારનાર છે પરંતુ 4 રાશિ એવી છે જેમના માટે શનિનું ડબલ ગોચર શુભ અને ફળદાયી રહેવાનું છે.
વૃષભ રાશિ
શનિનું ડબલ ગોચર વૃષભ રાશિના લોકોને અત્યંત લાભ કરાવશે. અચાનક ધન મળી શકે છે. નોકરી અને વેપારમાં સફળતા મળશે. જૂની બીમારી હશે તો તે દૂર થશે. ઉધારીથી મુક્તિ મળશે. વાતાવરણ સકારાત્મક રહેશે.
કર્ક રાશિ
શનિનું ગોચર અને શનિની અસ્ત અવસ્થા કર્ક રાશિ પર સારો પ્રભાવ પડશે. કરિયરમાં નવી તક પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે તેવી પણ સંભાવના. આ સમય દરમિયાન ખુશ ખબર મળી શકે છે. આર્થિક પક્ષ પણ મજબૂત થશે. વિદેશ જવાની તક મળી શકે છે
મકર રાશિ
મકર રાશિ માટે પણ શનિ શુભ છે. નવા નવા સ્ત્રોતથી ધનની આવક વધશે. ભાગ્યનો સાથ મળશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. જૂની સમસ્યાઓથી રાહત મળશે.
ધન રાશિ
શનિનું ડબલ ગોચર ધન રાશિને બમ્પર આર્થિક લાભ કરાવશે. આ રાશિના લોકોનું બેંક બેલેન્સ અચાનક વધશે. સમાજમાં માન સન્માન પણ વધશે. સુખ સુવિધાઓ વધશે. પરિણીત લોકોના જીવનમાં ખુશીઓ આવશે.
Trending Photos