આજથી આ 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, વિચાર્યું નહીં હોય એટલો આકસ્મિક ધનલાભ થવા લાગશે! દુશ્મનોના હાજા ગગડશે
વૈદિક પંચાંગ મુજબ ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. જેનાથી 3 રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો રાશિ પરિવર્તન કરીને અનેક શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. 6 જાન્યુઆરીના રોજ ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. 6 ફેબ્રુઆરીના રોજ ચંદ્રમા વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે જ્યાં પહેલેથી જ ગુરુ બૃહસ્પતિ સ્થિત છે. જેથી ગજકેસરી રાજયોગ બનશે. આ રાજયોગના પ્રભાવથી 3 રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે.
સિંહ રાશિ
ગજકેસરી રાજયોગ સિંહ રાશિવાળા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાને બનશે. આથી આ દરમિયાન તમને કામ કાજમાં શાનદાર સફળતા મળી શકે છે. આ સાથે જ તમે કોઈ નવું વાહન, ઘર વગેરે ખરીદવાનું મન બનાવી શકો છો. બેરોજગારોને નોકરી મળી શકે છે. વેપારી હશો તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે. વેપારી વર્ગ માટે લાભકારી સમય રહેશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ સમય યોગ્ય હશે અને નોકરીમાં સારી તકો મળી શકે છે.
વૃષભ રાશિ
ગજકેસરી રાજયોગ વૃષભ રાશિવાળા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી ગોચર કુંડળીથી પ્રથમ સ્થાને બની રહ્યો છે આથી આ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. વ્યક્તિગત નિખાર આવશે. બૌદ્ધિક ક્ષમતા સારી રહેશે. તમારી બૌદ્ધિક ક્ષમતાના પ્રભાવથી વેપારીઓ માટે વિસ્તાર કરવાનો સમય સારો રહેશે. જે લોકો પોતાનો વેપાર વધારવા માંગતા હોય તેમને નવી ડીલ અને મોટા ક્લાયન્ટ્સ મળવાની સંભાવના છે. આ દરમિયાન અચાનક અટકેલા પૈસા પાછા મળી શકે છે. અપરિણીત લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિવાળાને પણ ગજકેસરી રાજયોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ધન અને વાણીન સ્થાને બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમારા કમ્યુનિકેશનમાં સુધારો જોવા મળશે. જે લોકો પોતાનો વેપાર વધારવા માંગે છે તેમને નવી ડીલ અને મોટા ક્લાયન્ટ્સ મળી શકે છે. અચાનક અટવાયેલા પૈસા પરત મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. ઘર કે વાહન ખરીદવાનું વિચારતા હોવ તો આ સમય શુભ રહેશે. માનસિક તણાવ ઓછો રહેશે અને સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આ સાથે જ જો તમારા કામ-કાજ માર્કેટિંગ, મીડિયા, બેંકિંગ, ગણિત અને શેર બજાર સંબંધિત હોય તો સારો એવો લાભ થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos