ઉંમર 30 વર્ષ, સંપત્તિ 1.75 લાખ કરોડ; જાણો કોણ છે આ સુંદર યુવતી જે ઈશા અંબાણીને આપે છે માત
Ananya Birla Business: કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્યા બિરલા બિઝનેસની દુનિયામાં ઝડપથી આગળ વધી રહી છે. ગાયકીની દુનિયા છોડીને તેણે વધુ એક નવું વેન્ચર શરૂ કર્યું છે. આ વખતે તેણે બ્યુટી અને કોસ્મેટિક સેક્શનમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. અનન્યા બિરલાની કંપની 2025 સુધીમાં રાષ્ટ્રીય સ્તરે બ્યુટી અને પર્સનલ કેર બ્રાન્ડ્સની સીરિઝ શરૂ કરવા માટે તૈયાર છે.
તાજેતરમાં નીતા અંબાણીએ 40 અંડર 40ની યાદીમાં સામેલ અનન્યા બિરલાને યંગ બિઝનેસવુમન એવોર્ડથી સન્માનિત કરી હતી. તેમના પિતાનો બિઝનેસ સંભાળવા ઉપરાંત અનન્યા તેના બિઝનેસ વેન્ચરને પણ ઝડપથી આગળ વધારી રહી છે. બ્યુટી બ્રાન્ડ શરૂ કરતા પહેલા તે માઇક્રોફાઇનાન્સ કંપની Svatantra Microfin ની ફાઉન્ડર છે. આ સિવાય તે Mpower ના સ્થાપક પણ છે.
અનન્યાએ શરૂઆતમાં સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે ઘણા શો કર્યા. પરંતુ તેમના પિતાના બિઝનેસને આગળ લઈ જવા માટે તેમણે બધું છોડીને બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો. ફોર્બ્સ અનુસાર કુમાર મંગલમ બિરલાની કુલ સંપત્તિ 21.4 બિલિયન ડોલર છે અને તેઓ વિશ્વ રેન્કિંગમાં 92માં સ્થાને છે. દેશના અમીરોની યાદીમાં તેઓ સાતમા નંબરે છે.
અનન્યાએ યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પોતાના બિઝનેસને સંભાળવા સિવાય તે આદિત્ય બિરલા જૂથની કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે.
પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે અનન્યા બિરલા દેશની અમીર પુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. અબજો રૂપિયાની સંપત્તિ સિવાય કુમાર મંગલમ બિરલાની પોતાની નેટવર્થ લગભગ 2.25 લાખ કરોડ રૂપિયા છે. બોલિવૂડ શાદી ડોટ કોમ અનુસાર 30 વર્ષની ઉંમરે અનન્યાની પાસે 1,77,864 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
આ સંપત્તિ સાથે તે ઈશા અંબાણી કરતા પણ આગળ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈશા અંબાણીની કુલ સંપત્તિ 835 કરોડ રૂપિયા છે. અનન્યાની સોશિયલ મીડિયા પર પણ મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 8 લાખ ફોલોઅર્સ છે.
Trending Photos