અત્યંત રહસ્યમય રસ્તો...દિવસમાં ફક્ત 2 કલાક જ જોવા મળે અને પછી થઈ જાય છે ગાયબ!
Bizarre News: જો અમે તમને એમ કહીએ કે આ ધરતી પર એક એવો પણ રસ્તો છે જે દિવસમાં ફક્ત 2 કલાક જ જોવા મળે અને પછી ગાયબ થઈ જાય તો શું તમે માનશો? જાણો વિગતો.
Trending Photos
દુનિયામાં એકથી ચડિયાતી વસ્તુઓ તમને જોવા મળશે જેમાંથી અનેક વસ્તુઓ રહસ્ય, કુતૂહલ પેદા કરતી હોય છે. એવા અજબ ગજબ સમાચાર તમને જાણવા મળશે કે એક પળ તો વિશ્વાસ નહીં કરી શકો. અમે તમને આજે એક એવા રસ્તા વિશે જણાવીશું જે આપોઆપ પ્રગટ થાય છે અને ગાયબ પણ થઈ જાય છે. લોકો માટે જો કે આ રહસ્ય નહીં પણ જાણે સામાન્ય બની ગયું છે.
યુરોપીયન દેશ ફ્રાન્સમાં એક એવો રસ્તો છે જેનો લોકો રોજ ઉપયોગ કરે છે. પરંતુ ફક્ત 2 કલાક માટે. 2 કલાક બાદ રસ્તો શોધવો મુશ્કેલ થઈ જાય કારણ કે તે ગાયબ થઈ જાય છે. આ રસ્તો ફ્રાન્સના એટલાન્ટિક કોસ્ટ પર હાજર નોઈરમોટીયર (Noirmoutier) આઈલેન્ડને મેનલેન્ડ સાથે જોડે છે.
દેખાય છે, પછી ગાયબ થઈ જાય છે
ફ્રાન્સના આ રસ્તાને પેસેજ ડુ ગોઈ્સ(Passage du Gois) નામથી ઓળખવામાં આવે છે. ફ્રેન્ચ ભાષામાં ગોઈસનો અર્થ થાય છે જૂતા ભીના કરીને રસ્તો પાર કરવો. આ રસ્તાની લંબાઈ કુલ 4.5 કિમી છે અને વર્ષ 1701માં પહેલીવાર તે ફ્રાન્સના નક્શા પર જોવા મળ્યો હતો. આ રસ્તાને પાર કરવો ત્યારે ખતરનાક માનવામાં આવતું હતું કારણ કે દિવસમાં બેવાર રસ્તો ફક્ત એક કે બે કલાક માટે જ દેખાતો હતો અને પછી તેના બંને કિનારાી પાણીનું સ્તર વધવાના કારણે તે ગાયબ થઈ જતો હતો. હકીકતમાં આ રસ્તો ટાઈડ એટલે કે ભરતીના કરાણે મોટાભાગનો સમય પાણીમાં ડૂબેલો રહે છે.
સરળ નથી રસ્તો પાર કરવો
પહેલા મેનલેન્ડથી આઈલેન્ડ સુધી જવા માટે હોડીઓનો ઉપયોગ થતો હતો. જ્યારે કાંપ જામવા લાગો તો રસ્તાનું સ્વરૂપ થઈ ગયું. જો કે આ રસ્તા પર મોટાભાગના સમયે 13 ફૂટ જેટલું પાણી ભરાઈ રહે છે અને તે દુર્ઘટનાઓનો રસ્તો બની જાય છે. વર્ષ 1840માં અહીં કાર અને ઘોડાથી લોકો જવા લાગ્યા હતા. 1986માં આ જગ્યાએ અનોખી રેસનું આયોજન થવા લાગ્યું અને 1999માં ફ્રાન્સની ચર્ચિત બાઈસિકલ રેસ ટુર ડિ ફ્રાન્સ માટે પણ આ રસ્તાનો ઉપયોગ કરાયો હતો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે