Lower Body Fat: કમર, સાથળ, જાંઘ પર જામેલી ચરબી ઉતારવાનો સૌથી અસરકારક દેશી ઉપાય, ગણતરીના દિવસોમાં ઘટી જશે કમરનો ઘેરાવો
How To Reduce Lower Body Fat: લોઅર બોડી ફેટ ઘટાડવું સૌથી મુશ્કેલ ગણાય છે. કમર, સાથળ, જાંઘ, પેટ પર જામેલી ચરબી ઉતારવા માટે આજે તમને એક રામબાણ દેશી નુસખો જણાવીએ. આ દેશી નુસખાથી તમે ગણતરીના દિવસોમાં શરીરના ઘેરાવામાં ઘટાડો અનુભવશો.
Trending Photos
How To Reduce Lower Body Fat: આજના સમયમાં વધારે વજન એ સૌથી ઝડપથી ફેલાતી સમસ્યા છે. અનેક લોકો વધારે વજનથી પરેશાન છે. ખાવા પીવાની ખરાબ આદતો અને વ્યાયામ ન કરવાના કારણે ચરબી ઝડપથી વધે છે. શરીરમાં ચરબી વધી જાય તો શરીરનો આકાર બગડે છે અને તેની સાથે જ અનેક પ્રકારની બીમારીઓ પણ વધે છે. તેથી જ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે આવી સમસ્યાથી બચવું હોય તો વજનને કંટ્રોલ કરવું જરૂરી છે.
વધેલા વજનને ઘટાડવું હોય તો ફિઝિકલ એક્સરસાઇઝ અને યોગ્ય આહાર લેવો જરૂરી છે. આહારમાં ફેરફાર તો કોઈપણ વ્યક્તિ કરી શકે છે પરંતુ એક્સરસાઇઝનો સમય દરેક વ્યક્તિને મળતો નથી. જો તમારે પણ વજન ઘટાડવું છે પણ તમારી પાસે વ્યાયામ કરવાનો સમય નથી. તો વજન ઘટાડવાનો દેશી નુસખો આજે તમને જણાવીએ. આ નુસખો અપનાવીને તમે કમર, સાથળ, હાથ, પેટ સહિતના ભાગમાં જામેલી ચરબીને એક મહિનાની અંદર ઓછી કરી શકો છો.
વજન ઘટાડવા માટે બનાવો આ પાવડર
વરીયાળી 100 ગ્રામ, તજ 100 ગ્રામ, જીરૂ 100 ગ્રામ, મોટી એલચી 100 ગ્રામ, 100 ગ્રામ અજમો, 50 ગ્રામ હળદર. બધી વસ્તુઓને સૌથી પહેલા અલગ અલગ ધીમા તાપે શેકી લેવી જેથી તેમાં રહેલો ભેજ નીકળી જાય. ત્યાર પછી બધી વસ્તુ ઠંડી થઈ જાય એટલે મિક્સરમાં તેનો પાવડર કરી લો. આ પાવડરને કાચના ડબ્બામાં ભરી લો અને પછી નિયમિત તેનું સેવન કરો.
પાવડર કેવી રીતે લેવો ?
રોજ સવારે અને સાંજે એક-એક ચમચી આ પાવડર લેવાનો છે. એક ગ્લાસ પાણીને બરાબર ઉકાળો. પાણી ઉકાળી જાય પછી ગેસ બંધ કરો અને તેમાં આ પાવડરની એક ચમચી ઉમેરી દો. ત્યાર પછી પાણી હૂંફાળું થાય એટલે તેને ગાળીને ધીરે ધીરે પીવું. તમે સતત એક મહિના સુધી આ પાણી પીતા રહેશો તો તમારા શરીરની ચરબી ધીરે ધીરે ઘટવા લાગશે. આ પાવડર ફક્ત ચરબી માટે જ નહીં પરંતુ હાર્ટ, ડાયાબિટીસ સંબંધિત બીમારીમાં પણ ફાયદો કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે