ગુજરાતમાં અહીં ચાલતું હતું કુટણખાનું! એક વિદેશી સહિત 4 ભારતીય યુવતીઓને બનાવાઈ 'ગંગુબાઈ'

છેલ્લાં કેટલાય સમયથી આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્પાના વધી રહેલા વેપારને જોતા પોલીસ દ્વારા આ સ્પાના ધંધાની આડમાં કોઈ અવેધ પ્રવૃત્તિતો નથી ચાલતી ને તે અંગે વોચ ગોઠવવામાં આવી હતી. અને ત્યારબાદ આણંદ SOG પોલીસને બાતમીના આઘારે વલ્લભવિદ્યાનગરમાં આર્યરાજ એસ્પાયરમાં રોઝ ફેમિલી સ્પામાં રેડ કરી હતી.

ગુજરાતમાં અહીં ચાલતું હતું કુટણખાનું! એક વિદેશી સહિત 4 ભારતીય યુવતીઓને બનાવાઈ 'ગંગુબાઈ'

બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં વલ્લભવિદ્યાનગરમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનાં રેકેટને એસઓજી પોલીસે ઝડપી પાડી એક યુવતી સહીત બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

વલ્લભવિદ્યાનગરમાં આર્યરાજ એસ્પાયરમાં રોઝ ફેમિલી સ્પામાં સ્પાની આડમાં આંતરરાજય તેમજ વિદેશી યુવતીઓને લાવી તેઓ પાસે ગેરકાયદેસર રીતે દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાની ફરીયાદનાં આધારે આણંદની એસઓજી પોલીસે રોઝ ફેમીલી સ્પામાં છાપો મારી તપાસ કરતા સ્પામાં ચાર ભારતીય યુવતીઓ તેમજ એક વિદેશી યુવતી પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનો પર્દાફાસ થયો હતો. 

પોલીસે સ્પાનાં કાઉન્ટર પરથી સ્પાનો સંચાલક મધ્યપ્રદેશનાં ઈન્દોરની રાખી કેશરીલાલ ગાંગ્લે અને મૂળ માતરનાં અને હાલમાં આણંદ ખાતે રહેતા આસીફભાઈ સત્તારભાઈ વ્હોરાને ઝડપી પાડયા હતા, પોલીસે સ્પામાંથી બે ગ્રાહકો, ચાર ભારતીય યુવતીઓ અને એક વિદેશી યુવતીની પણ અટકાયત કરી હતી. 

પોલીસે જણાવ્યું હતું કે સ્પાની સંચાલક રેખા ગાંગ્લે અને આસીફ વ્હોરા અન્ય રાજયોમાંથી તેમજ વિદેશમાંથી યુવતીઓ લાવી સ્પાની આડમાં કુટણખાનુ ચલાવતા હતા. જેથી પોલીસે સ્પાનાં સંચાલક રેખા ગાંગ્લે અને મેનેજર આસીફ વ્હોરા વિરૂદ્ધ ધી ઇમોરલ ટ્રાફીકીગ (પ્રીવેન્સન એકટ) ૧૯૫૬ના કાયદાની કલમ ૩, ૪, ૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૪૩ (૨), ૫૪ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વિધ્યાનગર પો.સ્ટે. ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news