આ ગુજ્જુ ખેડૂત પાસેથી શીખો ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ! 10 વર્ષથી 10 વિધામાં ખેતી કરી બન્યો લખપતિ!

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને ગાય આધારિત ખેતી પર ભાર મૂક્યો છે. ત્યારે ભાવનગરના ખેડૂતે 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી અપનાવી પોતાના 10 વિધા ખેતરમાં મલ્ટી ફાર્મિંગ સાથે ખેતી શરૂ કરી છે.

આ ગુજ્જુ ખેડૂત પાસેથી શીખો ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ! 10 વર્ષથી 10 વિધામાં ખેતી કરી બન્યો લખપતિ!

નવનીત દલવાડી/ભાવનગર: દેશના અનેક ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ઓર્ગેનિક ખેતીના ખાસ અભિયાનમાં ખેડૂતો જોડાઈ હવે આર્થિક સમૃદ્ધિ સાથે પોતાનું અને દેશવાસીઓનું આરોગ્ય પણ સમૃદ્ધ બનાવી રહ્યા છે. આવા જ ભાવનગર જિલ્લાના રાજગોર વાવડી ગામના ખેડૂતે 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી અપનાવી પોતાના 10 વિધા ખેતરમાં મલ્ટી ફાર્મિંગ સાથે ખેતી શરૂ કરી કરી સારા ઉત્પાદન સાથે સારી આવક મેળવી સમૃદ્ધ બની રહ્યા છે. 

ભારત એ સમૃદ્ધ ખેતી પ્રધાન દેશ છે. અને આ દેશના ખેડૂતો પણ હવે જાગૃત બની ઓર્ગેનિક ખેતી અપનાવી પોતાનું અને દેશનું આરોગ્ય સમૃદ્ધ બનાવી રહ્યા છે. સાથે સાથે આર્થિક સમૃદ્ધિ તરફ પણ આગળ વધી રહ્યા છે. ભાવનગર તાલુકાના રાજગોર વાવડી ગામે રહેતા જેન્તીભાઈ ચૌહાણ નામના ખેડૂતે 10 વર્ષ પહેલાં પોતાના વડીલો પાર્જિત જમીનમાં પરંપરાગત રાસાયણિક ખેતી શરૂ કરી હતી, જેમાં તેઓ તેના પરિવારના ઉપયોગ માટે ખેતીનો એક હિસ્સો પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડતા હતા અને બાકીની જમીનમાં રાસાયણિક પદ્ધતિથી વાવેતર કરતા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના પ્રાકૃતિક ખેતી અંગે ચાલી રહેલા અભિયાન બાદ આ ખેડૂત ને પણ પોતાની ભૂલ સમજાઈ, પોતે તો પ્રાકૃતિક ખેત પેદાશ મેળવતા હતા પરંતુ અન્યને પણ પ્રાકૃતિક ખેત પેદાશ મળી રહે એ માટે શરૂઆત કરી, જેના કારણે તેઓએ રાસાયણિક ખેતી છોડી ઓર્ગેનિક ખેતીનો પ્રારંભ કર્યો હતો. 

No description available.

શરૂઆતના 2 વર્ષ થોડો ઓછો પાક અને ઓછું વળતર મળવા છતાં હિંમતભેર ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી તેઓએ પોતાના સ્વપ્નને સાકાર કરી બતાવ્યું. અગાઉ તેઓ પોતાના 10 વિઘા ખેતરમાં શાકભાજી અને ધાન્ય નું વાવેતર કરતા હતા, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તેઓ એ અલગ અલગ પ્રકારના જીવામૃત નો ઉપયોગ શરૂ કરી ઓર્ગેનિક ખેતીમાં મહારથ હાંસિલ કરી છે. જેમાં હાલ તેઓએ પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર શરૂ કર્યું છે. જેમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં રહેતી બ્રોકલી, પર્પલ કોબી, ચાઈનીઝ કોબી, લાલ વાલોળ, મિન્ટ ફુદીનો, દેશી કોબી, દેશી વટાણા, ચણા, અજમો, વરિયાળી, દૂધી, ગાજર, બીટ, ટામેટા, પપૈયા, સરગવો, ઘઉં, જુવાર, ડુંગળી, સરસવ, ધાણા વગેરે સહિત 15 થી વધુ શાકભાજી અને ધાન્ય પાકોનું વાવેતર કરી સારું ઉત્પાદન લઈ રહ્યા છે. 

10 વિધાના ખેતરમાં જેન્તીભાઈ પોતાના દિવ્યાંગ ભાઈ અને પરિવારની મદદ થી જાતે જ વિવિધ વિભાગોમાં વિવિધ શાકભાજી અને ધાન્યનું વાવેતર કરી તેની માવજત કરી રહ્યા છે. રાસાયણિક ખેતીમાં તેઓને વાર્ષિક 80 હજાર જેટલો ખર્ચ ખાતર અને દવા પાછળ ભોગવવો પડતો હતો. પરંતુ, રાસાયણિક ખેતીને તિલાંજલિ આપતા હવે તેનો ખાતર અને દવાનો વાર્ષિક ખર્ચ બચી રહ્યો છે. પોતાની વાડીમાં ગાય રાખી ગાયના ગૌમૂત્ર, અને અન્ય દેશી ઔષધિઓ થકી તેમાંથી જીવામૃત બનાવી તેને સિદ્ધુ પાણી સાથે ભેળવી પાકનો ઉછેર કરી રહ્યા છે. 

ઓર્ગેનિક ખેતી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે જેન્તીભાઈએ પણ ઓર્ગેનિક ખેતી અપનાવી સમૃદ્ધ બની રહ્યા છે. તેમજ અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક ખેતી અપનાવી આરોગ્યની સમૃદ્ધિ તરફ અગ્રેસર થવા અપીલ કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news